Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ મહિનામાં ના 'પાક'નો ચોથો હુમલો
કાબુલ તા. ર૯: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર અડધી રાતે ફરી એરસ્ટ્રાઈક કરતા ૩૪ થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ નજીક આતંકીઓ વિરૂદ્ધ મોટી લશ્કરી કાર્યવાહી કરી છે. કરાચીમાં રેન્જર્સ મુખ્યાલય પર થયેલા હુમલા પછી પાકિસ્તાની સેનાએ ગુપ્ત માહિતીના આધારે હવાઈ હુમલા કર્યા, જેમાં ૩પ આતંકીઓ માર્યા ગયાનો દાવો કરાયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા સંગઠન જમાત-ઉલ-અહરરે કરાચી હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
પાકિસ્તાને સુરક્ષા સાથે કોઈ સમાધાન ન કરવાનો નિર્ધાર કર્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા વિસ્તારોમાં આતંકીઓ વિરૂદ્ધ સૌથ્ી મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના બરાબર એક દિવસ પછી પાકિસ્તાની સેનાએ વળતો પ્રહાર કર્યો છે.
ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશન અને હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં કુલ ૩પ આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ શનિવારે (ર૭ મી જૂન) પાકિસ્તાનના કરાચીમાં સ્થિત પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર હથિયારો અને વિસ્ફોટકોથી સજ્જ આતંકીઓએ ઘૂસણખોરી કરીને હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની સેનાના ૩ સૈનિકો માર્યા ગયા હતાં, જ્યારે વળતી કાર્યવાહીમાં ૩ આતંકીઓ પણ ઠાર થયા હતાં. સેનાએ એક આતંકીની ઈજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરી છે જે અફઘાન નાગરિક હોવાનું સામે આવ્યું છે.
આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસતાન સાથે જોડાયેલા આતંકી સંગઠન 'જમાત-ઉલ-અહરર' દ્વારા સ્વીકારવામાં આવી હતી.
પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં એક જ મહિનાની અંદર કરવામાં આવેલો આ ચોથો મોટો હુમલો છે. આ અગાઉ ગત્ ૧૦ મી જૂનના પણ પાકિસ્તાની સેનાના આવા જ એક હુમલામાં ર૬ લોકો માર્યા ગય હતાં.
પાકિસ્તાને હવે અફઘાન સરહદે આતંકીઓના લોકેશન્સ શોધી-શોધીને તેને તોડી પાડવાનું અભિયાન તેજ કર્યું છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરતા લખ્યું, 'દેશભરમાં સુરક્ષા દળો પર તાજેતરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાઓના જવાબમાં આ કડક ઓપરેશન શરૂ કરાયું છે. પાકિસ્તાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની રક્ષા મામલે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. આતંકવાદીઓના સંપૂર્ણ સફાયા સુધી આ સૈન્ય કાર્યવાહી અટકશે નહીં.'
આ હુમલા પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન સતત આક્ષેપ કરી રહ્યું છે કે તહરીક-એ-તાલિબાનના આતંકીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial