Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રભાત સેવામાં ભાગ લીધો
તિરૂમલા, ૨૮ જૂનઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત અંબાણીએ રવિવારે વહેલી સવારે તિરૂમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો પુનઃ પ્રત્યય આપ્યો.
શ્રી અનંત અંબાણી રાત્રે આશરે ૧ વાગ્યે તિરૂમલા પહોંચ્યા હતા અને તેમણે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી પ્રત્યે સમર્પણ અને ભક્તિના પ્રતિકરૂપે પોતાની કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું પાલન કર્યું. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પરંપરાનું અનુસરણ કરે છે.
તેમની આ મુલાકાત એ વાતનો સંદેશ આપે છે કે દુનિયા ભલે કેટલી પણ બદલાય, પરંતુ શ્રદ્ધા અને પોતાના મૂળ સંસ્કારો હંમેશાં અડગ રહે છે.
આશરે સવારે ૩:૩૦ વાગ્યે શ્રી અનંત અંબાણીએ પવિત્ર સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે ભગવાનના પ્રાતઃકાળીન જાગરણનો વિધિપૂર્વકનો ધાર્મિક કાર્યક્રમ છે. દર્શન બાદ મંદિરના વૈદિક પંડિતોએ તેમને વૈદિક આશીર્વાદ આપ્યા, જ્યારે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના એક્ઝિક્યુટિવ ઓફિસરે તેમને પવિત્ર સ્મૃતિચિહ્ન અને પ્રસાદ અર્પણ કર્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial