Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના મોટા વડિયામાં યુવાને અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસો

ઈન્દિરા સોસાયટીમાં વૃદ્ધની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામજોમપુરના મોટા વડિયા ગામમાં રહેતા એક યુવાને અકળ કારણથી હિંડોળાના હુંકમાં દોરડું બાંધી ગળાટૂંપો ખાઈ લીધો છે. જ્યારે નવાગામ ઘેડના ઈન્દિરા સોસાયટીમાં રહેતા એક વૃદ્ધે પણ આત્મહત્યા કરી છે.

જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા ૩૨ વર્ષીય હેમંતભાઈ સીધાભાઈ કરંગીયાએ શુક્રવારે સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણસર આત્મહત્યાનો કઠોર નિર્ણય કરી ઘરમાં હિંડોળાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.  તેની જાણ થતાં પરિવારજનોએ તેઓને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સારવાર દરમિયાન શનિવારે આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતા સીધાભાઈ સામતભાઈ કરંગીયાએ પોલીસને જાણ કરતાં પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં વસવાટ કરતા વિનુભાઈ વસરામભાઈ ટંકારીયા (ઉ.વ.૬૩) નામના દરજી વૃદ્ધે ગઈકાલે સવારે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. એકલા રહેતા આ વૃદ્ધે બીમારીથી કંટાળી આત્મહત્યાનું પગલું ભર્યાનું રવિ મનસુખભાઈ ટંકારીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh