Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાના બે મકાનમાં પણ હાથફેરોઃ દાગીના, રોકડ ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૨૯: ભાણવડના જામરોઝીવાડા ગામમાં વસવાટ કરતો એક પરિવાર શનિવારે સવારે દ્વારકા દર્શનાર્થે ગયા પછી સાંજે પરત આવ્યો તે દરમિયાન તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂ।.૧૧ લાખ ૧૪ હજારની મત્તા ચોરાઈ ગઈ છે. જ્યારે સલાયામાં બે મકાનમાં ગયા ગુરૂવારની રાત્રે દોઢ કલાકમાં બે મકાનમાં ચોરી થઈ છે ત્યાંથી પણ રૂ।.૬૦ હજારથી વધુના દાગીના-રોકડ ચોરાઈ ગયા છે.
ભાણવડ તાલુકાના જામરોઝીવાળા ગામની સીમમાં વસવાટ કરતા ગંગદાસભાઈ માલદેભાઈ સોલંકી નામના આસામી ગયા શનિવારે પોતાના પરિવાર સાથે વહેલી સવારે ઘરેથી દ્વારકા દર્શનાર્થે જવા માટે નીકળ્યા પછી રાત્રે આઠેક વાગ્યે પરત ફર્યા હતા.
તે સમયગાળા દરમિયાન ગંગદાસભાઈના ઘરમાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી કોઈ શખ્સોએ ચોરી કરી લીધી હતી. અંદર પ્રવેશેલા શખ્સોએ બે કબાટ ખોલી નાખ્યા હતા. તેમાંથી સોનાની ત્રણ ગ્રામની બુટી, સાડા અઢાર ગ્રામના બે ચેઈન, સત્તર ગ્રામનો સોનાનો સેટ, કાનની રીંગ, બુટી, ૪૩ ગ્રામનો રજવાડી હાર, નાકની નથ, સોનાની ૬ વીટી મળી ૧૫૦ ગ્રામ સોનાના દાગીના તથા રૂ।.૧૭ હજાર રોકડા મળી કુલ રૂ।.૧૧ લાખ ૧૪ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી. ભાણવડ પોલીસે ગંગદાસભાઈની ફરિયાદ પરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
ખંભાળિયા નજીકના સલાયામાં સાહી મુસાફીર મસ્જિદ પાસે વસવાટ કરતા ઝુલેખાબેન અલીઅસગર ચબા નામના મહિલાના મકાનમાં ગયા ગુરૂવારની રાત્રે સાડા અગિયાર વાગ્યાથી રાત્રિના એક વાગ્યા દરમિયાન ચોરી થઈ છે. મકાનમાં કોઈ રીતે ઘૂસી ગયેલા તસ્કરે કબાટમાંથી સોનાનો દાણો, ચાંદીની ચાર વીટી, ચાંદીનો પેંડલ સાથેનો ચેઈન, બાળક માટેની ઝાંઝરી, સોનાના એરીંગ, ચાંદીની બાળક માટેની લક્કી તથા રૂ।.૬૦ રોકડા મળી રૂ।.૩૭,૯૪૦ની મત્તાની ચોરી કરી લીધી છે. તે જ રીતે ડીવીનગર નજીક ઓરીયા પીરની મસ્જિદ પાસે રહેતા સમીરાબેન સદામભાઈ ચબાના મકાનમાંથી પણ બુધવારની રાત્રે સાડા અગિયાર વાગ્યાથી એક વાગ્યા દરમિયાન રૂ।.રર,૨૦૦ની મત્તા ચોરાઈ ગઈ છે. તસ્કરે કબાટમાંથી ચાંદીના ચેઈન, બાળકો માટેની બંગડી, અન્ય બંગડી, ઝાંઝરી, વીટીઓ તથા રૂ।.૨૬૪૦ રોકડા ઉઠાવી લીધા હતા. સલાયા મરીન પોલીસે બંને ચોરીની તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial