Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિવસથી વનતંત્રમાં હડિયાપટ્ટીઃ
જામનગર તા. ર૯: જામનગર તાલુકાના મોખાણા ગામમાં દીપડાના આંટાફેરા પછી વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું છે, પરંતુ દીપડો પાંજરે પૂરાતો નથી, જો કે હજુ સુધી કોઈને નુક્સાન કરાયું નથી.
જામનગર નજીકના મોખાણામાં પાંચેક દિવસ પહેલા વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધા હતાં. ખેડૂતોએ દીપડાના ફોટા પાડી વન વિભાગને મોકલ્યા હતાં. આથી વન વિભાગે તપાસ કરી હતી, પરંતુ દીપડો ત્યારપછી જોવા મળ્યો ન હતો.
પરંતુ છેલ્લા બે દિવસથી મોખાણામાં શાળા પાસે દીપડાની હાજરી અંગેની વિગતો મળી હતી. આથી બે દિવસથી વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું, પરંતુ દીપડો પાંજરે પૂરાતો નથી. વન વિભાગની ટીમે પણ મોખાણાની સીમમાં ધામા નાંખ્યા છે, જો કે માત્ર સીમ વિસ્તારમાં દીપડો આંટાફેરા કરે છે, પરંતુ કોઈને નુક્સાન પહોંચાડતો નથી, પરંતુ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial