Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂની અદાવતના કારણે ઝઘડો થયાનું એક પક્ષે ફરિયાદમાં જણાવ્યું:
જામનગર તા. ૨૯: મેઘપરમાં શનિવારે રાત્રે બે જૂથ વચ્ચે વાહન સાઈડમાં રાખવાના મુદ્દે બઘડાટી બોલી ગઈ હતી. એક પક્ષે હુમલા કરવા અંગે છ સામે અને બીજા પક્ષે નવ શખ્સ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં શનિવારે રાત્રે જૂની અદાવતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે યશપાલસિંહ દિલીપસિંહ રાઠોડે મેઘપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ યશપાલસિંહ અને તેમના ભાઈ સંદીપસિંહ પોતાના ઘર તરફ જવાના રસ્તા પર સ્કૂટર ઊભું રાખીને વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન બુલેટ મોટરસાયકલ પર આવેલા પ્રતાપસિંહ રામસંગજી કંચવાએ અગાઉની અદાવતના કારણે સ્કૂટર સાઇડમાં રાખવા કહી *આ ગામ તમારા બાપનું નથી* તેમ કહી ઉશ્કેરણી કરી હતી. જવાબમાં યશપાલસિંહે સ્કૂટર પહેલેથી જ સાઇડમાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પ્રતાપસિંહ *હમણાં આવું છું* કહી ત્યાંથી જતો રહ્યો હતો અને થોડા સમય પછી પ્રતાપસિંહ રામસંગજી કંચવા, દિનેશસિંહ શિવુભા કંચવા, જીતુભા દિવ્યરાજસિંહ કંચવા, દિવ્યરાજસિંહ જીતુભા, છત્રપાલસિંહ કરણસિંહ કંચવા સહિત અન્ય શખ્સો ધારીયા અને ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આરોપીઓએ યશપાલસિંહ, સંદીપસિંહ, પાર્થરાજસિંહ, પૃથ્વીરાજસિંહ તેમજ મહાવીરસિંહ અને ચિરાગસિંહ પર હુમલો કર્યો હતો. હુમલામાં સંદીપસિંહ, પૃથ્વીરાજસિંહ અને મહાવીરસિંહને ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાર્થરાજસિંહને માથામાં ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મેઘપર પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શનિવારે રાત્રે થયેલી મારામારીના બનાવમાં સામા પક્ષે પણ ફરિયાદ કરી છે. જેમાં પ્રભાતસિંહ રામસંગજી કંચવાએ મેઘપર ગામના સંદીપસિંહ દિલીપસિંહ રાઠોડ, યશપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, મહાવીરસિંહ કરણસિંહ કંચવા, પૃથ્વીરાજસિંહ નવલસિંહ રાઠોડ, દેવુભા રીણાજી કંચવા, ચિરાગસિંહ પીંગળ, રાજદીપસિંહ ભરતસિંહ પીંગળ, હરદીપસિંહ કેશુભા કંચવા સહિત કુલ નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પ્રભાતસિંહ શનિવારે રાત્રે પોતાની હોટેલેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં સ્કૂટર આડું ઊભું હોવાથી તેમણે સામેવાળા લોકોને વાહન સાઇડમાં રાખવા જણાવ્યું હતું.
આ બાબતે બોલાચાલી થતાં સામેવાળા શખ્સોએ ગાળો આપી ધારીયા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. ઉપરાંત પ્રભાતસિંહના બુલેટ મોટરસાયકલ પર પાઇપ વડે હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મેઘપર પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુન્હા નોંધી તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial