Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના ઉકેલ માટે સતત જાગૃત રહી પ્રજાને રાહત આપવામાં આવશેઃ મેયર મોનિકાબેન વ્યાસ
શહેરને સ્વચ્છ, સુંદર અને હરીયાળુ બનાવવાના સંકલ્પને ટોચની પ્રાથમિકતાઃ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી
જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૬૪ બેઠકોમાંથી ૬૦ બેઠકો પર ઐતિહાસિક બહુમતિ સાથે સત્તા પ્રાપ્ત કરી હતી. નવા વારાયેલા પદાધિકારીઓ આજે 'નોબત'ની મુલાકાતે પધાર્યા હતાં. જેમાં ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્થાયી સમિતિના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક જુથના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા સાથે ઔપચારિક ચર્ચા થઈ હતી. જેમાં ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્ર મુજબ જામનગરને સ્વચ્છ, સુંદર અને હરિયાળુ બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના પ્રોજેકટને ટોચની પ્રાથમિકતા આપી મહાનગરપાલિકા તંત્ર દ્વારા પુરજોશમાં સતત અને નિયમિત કામગીરી થઈ રહી હોવાનું બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાંચ લાખ વૃક્ષોને ઉગાડવાનું લક્ષ્યાંક છે, જેના ઉછેર-જાળવણી માટે સદ્દભાવના ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે, નગરજનોને પ્રાથમિક સુવિધાઓમાં કોઈ તકલીફ ન પડે તે રીતે નાના-મોટા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અને લોકોને રાહત આપવાના અમારા પ્રયાસો રહેશે. તંત્રના તમામ વિભાગો સાથે સંકલન સાધીને પ્રશ્નો વહેલી તકે ઉકેલાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યાે હતો. જ્યારે શહેરના રસ્તાઓ તથા ફૂટપાથો પરના દબાણો દૂર કરવા આગામી દિવસોમાં કડક અમલવારી કરવામાં આવશે અને લોકોને તેમના ખાસ કરીને ટુ-વ્હીલર વાહનો પાર્ક કરવામાં પર્યાપ્ત સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે પણ પોલીસ વિભાગ સાથે સંકલન કરી ફુલપ્રુફ આયોજન કરવામાં આવશે. જેમાં નાના ધંધાર્થીઓ કે ફેરિયાઓ પ્રત્યે સંવેદના દર્શાવી વૈકલ્પિક વ્યવસ્થાને પણ ધ્યાને લેવામાં આવશે. તેમ સ્થાયી સમિતિના ચેરમેન ધીરનેભાઈ મોનાણીએ જણાવ્યું હતું. આ તકે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર તથા શાસક જુથના નેતા અમરભાઈ મોદીએ ઈંદિરા માર્ગ પર બનેલા ફ્લાય ઓવર નીચેના ગાળાઓને વાહનોના પાર્કિંગ માટે ભાડે આપવાની પ્રક્રિયામાં વાટાઘાટ કરી વહેલી તકે ગાળાઓ ભાડે દેવાય જાય તેવું આયોજન કરવામાં આવશે. દંડક પ્રવિણાબેન રૂપડીયાએ પણ ચર્ચામાં ભાગ લઈ શહેરના પ્રશ્નોના ઉકેલ માટે જામનગરની જનતામાં જગૃતિ આવે અને તંત્રની કામગીરીમાં સહકાર આપે તેવો સુર વ્યક્ત કર્યાે હતો. 'નોબત'ના આંગણે પધારેલા નવા વરાયેલા પદાધિકારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી તથા દર્શકભાઈ માધવાણીએ કર્યું હતું. નવા પદાધિકારીઓ સાથે મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર તથા મિડીયા કન્વીનર ભાર્ગભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial