Advertisement
Author: નોબત સમાચાર

સાથે ભણતી વિદ્યાર્થિનીના પરિવારે યુવાનને ધોકાવી નાખી ધમકી આપી

વાત કરતો હોવાથી માર પડ્યાની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૯: જામનગરના એક વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મદદરૂપ થવાના આશયથી વાતચીત કરતા અને તેણીના ઘેર જતા ગઈકાલે એક મહિલા સહિત ત્રણે તેને ધોકાવી નાખ્યો હતો.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી પ્રણામી ટાઉનશીપ-૩માં રહેતા જય દીપકભાઈ ગોહિલ નામના અઢાર વર્ષના વિદ્યાર્થી ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે બગીચા નજીક હતા ત્યારે દક્ષાબેન રાઠોડ, રાજ રાઠોડ તથા રાજનો મિત્ર દોડી આવ્યા હતા.

આ વિદ્યાર્થી પોતાની સાથે અભ્યાસ કરતી એક અન્ય વિદ્યાર્થિનીને અભ્યાસમાં મદદ માટે ઘરે જતો હતો અને તેણી સાથે વાત કરતો હતો. તેની જાણ થતાં ઉપરોક્ત વ્યક્તિઓએ ગઈકાલે ફોન કરીને જય ગોહિલને મળવા બોલાવ્યો હતો અને તે પછી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત દક્ષાબેન રાઠોડે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સિટી એ ડિવિઝનમાં જય ગોહિલે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh