Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રિકોની સુવિધા માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ
જામનગર તા. રરઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીનું નિવાસસ્થાન તેમજ અન્ય અનેક મંદિરો, દેવસ્થાનો આવેલાછે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
આ યાત્રાધામમાં યાત્રિકોના વાહનો પાર્ક કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી પાર્કિંગની જગ્યા ખૂબ જ ઓછી છે. આ ઉપરાંત ખાનગી જમીનોમાં 'પે એન્ડ પાર્ક'ની વ્યવસ્થા પણ નહીંવત્ છે. અહીં વાહનો પાર્ક કર્યા પછી અડધો કિલોમીટર જેવું અંતર ચાલીને જવું પડે છે અથવા રિક્ષામાં જવું પડે છે.
આ સંજોગોમાં બેટદ્વારકા દેવસ્થાન સમિતિની મંદિરથી તદ્ન નજીક ૧૦૦ મીટરના અંતરે વિશાળ ખાલી જગ્યા છે. અહીં સરકારી ધોરણે 'પે એન્ડ પાર્ક'ની સુવિધા ઉપલબ્ધ કરાવવા જામનગર જિલ્લા ભાજપ વ્યાપાર સેલના પૂર્વ સહકન્વીનર અનિલભાઈ વિઠ્ઠલાણીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. અહીં ૩૦૦૦ જેટલા વાહનો પાર્ક થઈ શકે તેમ છે. આ ઉપરાંત યાત્રિકો માટે વિશાળ વિશ્રામ સ્થાન બનાવવા પણ તેમણે માગણી કરી છે.
બેટદ્વારકા દેવસ્થાન સમિતિની માલિકીની લાખો ફૂટ જમીન આવેલી છે. તેને વધુમાં વધુ વિકાસ કામો અને લોકોની સુવિધા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial