Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂસ્તરશાસ્ત્રી-જામનગરની સૂચનાથી દરોડો પાડતા
જામનગર તા. રરઃ શનિવારે ભૂસ્તરશાસ્ત્રી જામનગરની સૂચનાથી જામનગર તાલુકાના ખારાબેરાજા ગામની સીમ વિસ્તારમાં મોરમ ખનિજનું ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને એક ટાટા હિટાચી કંપનીનું એક્સક્વેટ મશીન અને એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતાં.
કબજે લેવાયેલ ટાટા હિટાચી મશીનના માલિક રોયલ કન્સ્ટ્રક્શન છે, જ્યારે જીજે-૧૦-ટીએક્સ-પ૩૮૦ નંબરનું ડમ્પર (માલિક-ધર્મેશસિંહ બળવંતસિંહ સિસોદિયા) છે.
આમ મશીન અને ડમ્પર દ્વારા બિનઅધિકૃત ખનન અને વહન ચાલુ હાલતમાં ઝડપવામાં આવ્યું છે અને રૂ. પ૦ લાખની કિંમતનો મુદ્દામાલ અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી કચેરીના આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિકભાઈ, નિખીલભાઈ, રમેશભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial