Advertisement
Author: નોબત સમાચાર

શહેરથી થોડે દૂર રૂ. ૧૧ કરોડ જેટલા ખર્ચે નિર્મિત જિલ્લા પુસ્તકાલયમાં નોંધાયા ૨૧૯૬ સભ્યોઃ ૧૯ હજાર પુસ્તકો

ખંભાળીયામાં જુની મામલતદાર કચેરીમાં ચાલતી જિલ્લા લાયબ્રેરીનું સ્થળાંતર ફળદાયી સિદ્ધ થયુંંં:

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. રરઃ એમ કહેવાય છે કે, સારી સુવિધા અને સારી વ્યવસ્થા હોય તો ગમે ત્યાં તમારી સંસ્થા ચાલે...!! આવો જ સુખદ અનુભવ દ્વારકા જિલ્લાકક્ષાના પુસ્તકાલયની સરકારી સંસ્થાને થયો.

ખંભાળીયા શહેરમાં જુની મામલતદાર કચેરીમાં આ જિલ્લા કક્ષાનું પુસ્તકાલય ચાલતું હતું, જે પછી તત્કાલીન રાજયમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયત્નોથી ખંભાળીયાથી ત્રણ સાડા ત્રણ કિ.મી. દૂર રામનગર વિસ્તારમાં પોરબંદર બાયપાસ ફાટક પાસે ૧૦.પ૦ કરોડના ખર્ચે નવું આધુનિક સુવિધાવાળું પુસ્તકાલય ઢગલાબંધ પુસ્તકો સાથે બન્યું ત્યારે ડર હતો કે, ગામથી દૂર કેમ ચાલશે...? એના બદલે ખંભાળીયામાં જેટલી ગ્રાહકો સદસ્યોની સંખ્યા હતી તેટલા તો દર માસે અહીં નવા સદસ્યો થાય છે તેવી સ્થિતિ થઈ છે...!!

દર મહિને ૩૦૦ નવા ગ્રાહકોઃ પાંચ વર્ષની ફી દશ રૂપિયા જ....!!

સરકારી પુસ્કાલયના જિલ્લા કક્ષાના ગ્રંથપાલ હિંમત ડાંગરે એક મુલાકાતમાં જણાવેલ કે, ૧૦૦ રૂ. ડિપોઝીટમાં પાંચ વર્ષના દશ રૂપિયા એટલે કે, વર્ષના માત્ર બે રૂપિયા પુસ્કાલયનું ભાડું છે. અહીં અત્યાર સુધીમાં ૨૧૯૬ સદસ્યો નોંધાઈ ગયા છે. શહેરમાં પુસ્તકાલયમં ૩૦૦ સદોસ્યો હતાં જ્યારે અહીં તો ઓક્ટોબર-નવેમ્બર માસમાં ૩૦૦-૩૦૦ નવા સદસ્યો થયા હતાં.

ગ્રંથપાલ હિંમતભાઈ ડાંગરે જણાવેલ કે, અહીં જુદા-જુદા વિષયોના ધાર્મિક, સામાજિક, સ્પર્ધાત્મક પરીક્ષા, સામાન્ય જ્ઞાન તથા ઈતિહાસ, નાટક સહિત તમામ વિષયોના અલગ-અલગ ભાષાના ૧૮૯૦૦ પુસ્તકો છે તથા અહીં ઈ-લાયબ્રેરી તથા બાળકો, મહિલાઓ, વૃદ્ધો તથા પુરૂષો માટે અલગ વાંચનાલયનો વિભાગ છે તથા ર૭ મેગેઝિનો તથા સાત વર્તમાન૫ત્રો તથા ઈ-લાયબ્રેરી પણ આવેલી છે. ભાઈઓ સવારે ૮ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધી વાંચનાલયનો લાભ લઈ શકે છે તથા બહેનો સવારના ૮ થી રાત્રિના સાત સુધી લાભ લઈ શકે છે. રજા સિવાય પુસ્કાલયનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી રહે છે. અહીં ઈ-લાયબ્રેરી ઈન્ટરનેટની પણ સુવિધા છે.

ગામથી ત્રણથી સાડા ત્રણ કિ.મી. દૂર હોવા છતાં આ કરોડોના ખર્ચે બનેલા પુસ્તકાલયમાં સવારથી જ યુવાનો-યુવતીઓ નજીકના પાંચથી સાત કિ.મી. સુધીના વિસ્તારથી પુસ્તકો માટે વાંચવા માટે તથા સંદર્ભ ગ્રંથો માટે ઉમટી પડે છે. રોજ રપ૦ જેટલા યુવકો-યુવતીઓ લાંબા, કેનેડી, કેશોદ, ભાટિયા, મેઘપર, ટીટોડી, વડત્રા, હંજડાપર, ભાડથર ગામોથી ટુ-વ્હીલરો લઈને આવી જાય છે તથા બપોરે તો સમૂહમાં ઘરેથી ટિફિન લાવીને પુસ્તકાલયના કમ્પાઉન્ડમાં સાથે બપોરનું ભોજન કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh