Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ-અકસ્માતોની સમસ્યા વિશ્વવ્યાપી છે !
જકાર્તા તા. રરઃ ઈન્ડોનેશિયામાં કરૂણાંતિકા સર્જાઈ છે. ડિવાઈડર સાથે ભટકાતા બસ પલટી ગઈ હતી, જેમાં ૧૬ મુસાફરના દર્દનાક મૃત્યુ થયા છે, અને બીજા ૧૮ મુસાફરોની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે.
ઈન્ડોનેશિયામાં એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. મુખ્ય ટાપુ જાવામાં થયેલા અચાનક માર્ગ અકસ્માતમાં ૧૬ લોકોના દર્દનાક મોત થયા છ અને ઘણાં મુસાફરો ઘાયલ થયા છે.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઈવરે ટોલ રોડ પર બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જ બસ પહેલા કોંક્રિેટના ડિવાઈડર સાથે ભટકાઈ અને પછી મલટી ગઈ હતી.
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રમુખ બુડીયોનોએ જણાવ્યું કે, 'બસમાં ૩૪ લોકો સવાર હતાં. આ ઈન્ટર-પ્રોવિન્સ બસ રાજધાની જકાર્તાથી દેશના જુના શહેર યોગ્યાકાર્તા જઈ રહી હતી. આ દરમિયાન સેન્ટ્રલ જાવાના સેમારંગ શહેરમાં કાપ્યાક ટોલ-લવે પર વળાંકવાળા માર્ગ પર તે પલટી ગઈ.' અકસ્માતના લગભગ ૪૦ મિનિટ પછી પોલીસ અને રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે મૃત્યુ પામેલા ૬ મુસાફરોના મૃતદેહ રિકવર કર્યા હતાં, અન્ય ૧૦ લોકોના હોસ્પિટલ લઈ જતી વખતે અને સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયા હતાં. નજીકની બે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૧૮ ઘાયલોની હાલત ગંભીર છે.
બુડિયોનોએ આગળ જણાવ્યું કે, 'આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણાં મુસાફરો ઉછળીને નીચે પટકાયા અને બસમાં ફસાઈ ગયા.' તમને જણાવી દઈએ કે, અકસ્માતનો શિકાર બનેલી બસ એક બાજુ પલટી ગઈ હતી. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના કર્મચારીઓ સહીત રાહદારીઓ પણ ઘટના સ્થળેે હાજર હતાં. એમ્બ્યુલન્સ પીડિતો અને મૃતકોને અકસ્માત સ્થળથી દૂર લઈ જઈ રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial