Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વધુ બે આસામી સામે બેંક ખાતા અંગે પોલીસે રજીસ્ટર કર્યાે ગુન્હો

રૂ.૯ લાખ ૯૦ હજારની રકમ ખાતામાં જમા થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના એક શખ્સે સેલ્સમેનના બેંક એકાઉન્ટમાં દોઢેક વર્ષમાં રૂ.૯ લાખ ૯૦ હજાર જમા કરાવ્યા પછી તે રકમ ફ્રોડથી મેળવી લેવાયાની જે તે આસામીએ કરેલી ફરિયાદના પગલે તપાસમાં પોલીસે એકાઉન્ટ ખોલાવનાર તથા એકાઉન્ટના સંચાલક સામે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૭માં પરમ એપાર્ટમેન્ટમાં રહેતા વિમલ રાજેશભાઈ મહેતા નામના આસામીનું બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં પુનીત રાઠોડ નામના આસામીએ રૂ.૯ લાખ ૯૦ હજારની રકમ જમા કરાવી દીધી હતી.

ઉપરોક્ત રકમ જેના ખાતામાંથી ટ્રાન્સફર થઈ તેઓએ તાજેતરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના સાથે ગયા વર્ષના જુન મહિનાથી સતત દોઢ વર્ષ સુધી ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ થઈ હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાદાર વી.જે. સોનગરાએ ખુદ ફરિયાદી બની વિમલ તથા પુનીત રાઠોડ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh