Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગર માર્કેટ યાર્ડમાં આજે ૧૦ હજાર ગુણી શુકી ડુંગળીની આવક થવા પામી હતી, જેનો ભાવ પ્રતિમણ રૂ. ૩૦ થી ૩૭પ સુધીનો બોલાયો હતો. આ સિવાય પણ અનેક જણસની આવક પણ થવા પામી હતી.
હાપાના જામનગર માર્કેટ યાર્ડમાં આજે ઉઘડતા સપ્તાહે એટલે કે સોમવારે વિવિધ જણસોની સારી આવક થવા પામી હતી. સૌથી વધુ ૧રર ખેડૂતો દ્વારા ૧૦ હજાર ગુણી સુકી ડુંગળીનો જથ્થો વેંચાણ માટે લાવવામાં આવ્યો હતો, જો કે આજે ર૭૩૧ ગુણીનું વેંચાણ થયું હતું, અને ભાવ રૂ. ૩૦ થી ૩૭પ સુધીનો બોલાયો હતો. ઉપરાંત લસણની ૪૧૧૮ ગુણીની આવક અને ભાવ ૧રપ૦ થી ર૮૦૦ નો બોલાયો હતો. તેમજ કપાસની ૩૬૯૬ ગુણીની આવક અને ભાવ રૂ. ૧૦૦૦ થી ૧પરપ નો રહ્યો હતો. આજે કુલ ૧૦૮૦ ખેડૂતો ર૦,૧૯પ ગુણી વિવિધ જણસો સાથે આવ્યા હતાં, અને તેમાંથી ૧૮,૬૭૯ ગુણીનું વેંચાણ થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial