Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા હવે ૧૯ મી સપ્ટે. સુધી અરજી થઈ શકશેઃ
જામનગર તા. રરઃ ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવાની મુદ્તમાં તા. ૧૯-૯-ર૦ર૬ સુધી લંબાવાઈ હોવાથી જામ્યુકોની હદમાં આવતા આ પ્રકારના બાંધકામોને નિયમિત કરવાની મુદ્ત વધી છે.
ગુજરાત રાજ્ય રાજ્યપાલ દ્વારા અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વટહુકમ તા. ૧૭-૧૦-ર૦રરથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ વટહુકમ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ ુુુ.દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ પર પણ ઉપલબ્ધ છે. હાલે આ વટહુકમ અન્વયે અરજી કરવાની અંતિમ તા. ૧૬-૧ર-ર૦રપ નિયત થયેલ, જેમાં સરકાર દ્વારા સદરહુ અરજી કરવાની સમયમર્યાદામાં તા. ૧૯-૧ર-ર૦રપ ના નોટીફિકેશનથી વધારો કર્યા પછી હાલે અરજી કરવાની અંતિમ તા. ૧૯-૯-ર૦ર૬ નિયત થયેલ છે તથા તા. ૧૦-૯-ર૦ર૪ ના નોટીફિકેશનથી પાર્કિંગ અંગેની ફ્રી ની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
આ માટે અરજીની પ્રક્રિયા ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા. ૩-ર-ર૦ર૩ ના પત્ર અન્વયે ઓફલાઈન માધ્યમથી તત્કાલિન અસરથી સ્વીકારવાનું જણાવેલ છે, જે અન્વયે ટાઉન પ્લાનિંગ શાખામાં ઓફલાઈન જેએમસી.ના લાયસન્સ હોલ્ડર આર્કિટેક્ટ/ એન્જિનિયર દ્વારા કરવાની રહે છે.
ઉપરોક્ત બાબતે જામનગર મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ આસામીઓને તેઓ દ્વારા જો આવા કોઈ અનધિકૃત બાંધકામ કરવામાં આવેલ હોય તેમજ શહેરમાં આવેલ સ્કૂલ બિલ્ડીંગ, હોસ્પિટલ, હાઈરાઈઝ/લો-રાઈઝ રહેણાંક-બિનરહેણાંક વિગેરે પ્રકારના બાંધકામ કે જેઓ દ્વારા વિકાસ પરવાનગીથી વિરૂદ્ધનું કે વિકાસ પરવાનગી મેળવ્યા વગર કે ચેન્જ ઓફ યુઝ (હેતુફેર) કરેલ હોય તથા વપરાશ પરવાનગી મેળવ્યા વગરના આવાતમામ બાંધકામો વટહુકમમાં પ્રસિદ્ધ થયેલ નિયમોને આધિન જળવાતું હોય તો તાત્કાલિક ઈ-નગર પોર્ટલ સમય મર્યાદામાં અરજી કરવા જણાવવામાં આવે છે. સમય મર્યાદામાં અરજી ન થયેથી આવા તમામ બાંધકામોને અનધિકૃત ગણી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જામનગર મહાનગર પાલિકાના સિટી ઈજનેરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial