Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દિગ્વિજય પ્લોટ તથા શાક માર્કેટ પાસેથી ચલણી નોટ પર જુગાર ઝબ્બે

વર્લીના આંકડા લખતા શખ્સ સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના વેરસીવાડના ઢાળીયા પાસેથી પોલીસે એક શખ્સને વર્લીનું બેટીંગ લેતો પકડી લીધો છે. જ્યારે અન્ય બે દરોડામાં ચાર શખ્સ ચલણી નોટના નંબર પર એકી બેકી બોલતા ઝડપાયા છે.

જામનગરના સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા વેરસીવાડના ઢાળિયા પાસેથી શનિવારે બપોરે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખતા સંજય જયસુખભાઈ વારા નામના શખ્સને પોલીસને પકડી પાડી રોકડ તથા વરલીના આંકડા લખેલી ચીઠ્ઠી કબજે લીધી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૮માં ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા મહેન્દ્ર દામજીભાઈ મંગે, કરણ મનસુખભાઈ મકવાણા નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા.

જામનગરના શાક માર્કેટ વિસ્તારમાંથી ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર જુગાર રમતા બિરજુ રાજુભાઈ ડાભી તથા સંજય જયસુખભાઈ વારાને પોલીસે પકડી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh