Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈના બોરીવલી-કાંદિવલીમાં બ્લોકના કારણે
રાજકોટ તા. રરઃ બોરીવલી-કાંદિવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી-કાંદિવલી સેક્શન વચ્ચે ૬ઠ્ઠી લાઈનના કામને ધ્યાનમાં રાખીને ર૦ ડિસેમ્બર, ર૦રપ થી ૩૦ દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે, જેની વિગતો નીચે મુજબ છે.
રીશેડ્યુલ કરવામાં આવેલી ટ્રેનોમાં ટ્રેન નં. ૧૯ર૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રીશેડ્યુલ થવાને કારણે વેરાવળથી ર૭-૧ર-ર૦રપ ના ૧ કલાક, ૧૦-૧-ર૦ર૬ ના ૪પ મિનિટ, ૧પ-૧-ર૦રપ ના ૪પ મિનિટ અને ૧૬-૧-ર૦રપ ના ૩૦ મિનિટ મોડી ઉપડશે.
માર્ગમાં રેગ્યુલર (મોડી) થનારી ટ્રેનો જોઈએ તો ર૭-૧ર-ર૦રપ ના હાપાથી ઉપડનારી ટ્રેન નં. ૧રર૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ માર્ગમાં ૪પ મિનિટ રેગ્યુલર કરવામાં આવશે. ર૮-૧ર-ર૦રપ, ર૯-૧ર-ર૦રપ, ૧૦-૧-ર૦ર૬ અને ૧પ-૧-ર૦ર૬ ના ઓખાથી ઉપડનારી ટ્રેન નં. રર૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. એટલે કે માર્ગમાં મોડી પડશે.
તદુપરાંત ર૭-૧ર-ર૦રપ ના ઓખાથી ઉપડતી ટ્રેન નં. રર૯૭૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન પર ઊભી રહેશે નહીં. બોરીવલીના બદલે આ ટ્રેન એક દિવસ માટે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર ઊભી રહેશે, અને તદ્નુસાર વસઈ રોડ સ્ટેશન પર આગમન ૩-રર કલાકે અને પ્રસ્થાન ૩-૩૪ કલાકે થશે, જ્યારે અંધેરી સ્ટેશન પર આગમન ૪-૧ર કલાકે અને પ્રસ્થાન ૪-૧૪ કલાકે થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial