Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના લતીપર ગામની સીમમાં ખેતરમાં રમાતા ઘોડીપાસાના જુગાર પર દરોડો

મહિલા સહિત ૨૦ સામે ગુન્હોઃ ર૯ લાખનો મુદ્દામાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: ધ્રોલના લતીપર ગામની સીમમાં આજે સવારે ચારેક વાગ્યે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા એક ખેતરમાં ઘોડીપાસા વડે રમાતો જુગાર  ઝડપાઈ ગયો છે. એક મહિલા સહિત ર૧ સામે ગુન્હો નોંધાયો છે. પટમાંથી રોકડ, મોબાઈલ, પાંચ વહન મળી કુલ રૂ.ર૯ લાખથી વધુનો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામની મઘરા વાડી વિસ્તારમાં એક મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી આજે વહેલી સવારે ચારેક વાગ્યે ધ્રોલ પોલીસ મથકના સ્ટાફે કાંતિલાલ દામજીભાઈ કોટડીયા ઉર્ફે કાનાના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

આ ખેતરમાં નાલ આપી ઘોડપાસા વડે જુગાર રમી રહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કુલદીપસિંહ કિશોરસિંહ ઝાલા ઉર્ફે લક્કીરાજસિંહ, સુરેન્દ્રનગરના મનસુખભાઈ રણછોડભાઈ પરમાર, રહીમ સલીમભાઈ મોવર ઉર્ફે બાબો, ધ્રાંગધ્રાના વિશાલ પ્રવીણભાઈ રાબા, મોરબીના આદીલ અબ્દુલ શેખ સહિતના ૨૦ શખ્સ તથા મહિલા મળી આવ્યા હતા.

પોલીસે પટમાંથી રૂ.૨,૬૪,૩૦૦ રોકડા, ૧૮ મોબાઈલ, પાંચ વાહન મળી કુલ રૂ.૨૯ લાખ ૪૪૩૦૦નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યાે છે. એક મહિલા સહિત ૨૦ સામે અને નાલ ઉઘરાવી જુગાર રમાડનાર શખ્સ સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh