Advertisement
Author: નોબત સમાચાર

મ્યાનમાર સરહદે મણીપુરના ચંદેલમાં ભારતીય સેનાએ દસ ખૂંખાર ઉગ્રવાદીઓને ફૂંકી માર્યા

ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના 'એકસ' પ્લેટફોર્મ દ્વારા માહિતી અપાઈઃ

                                                                                                                                                                                                      

ઈમ્ફાલ તા. ૧૫: ગઈકાલે ભારત-મ્યાનમાર સરહદ પર ભારતીય સેનાએ મણિપુરના ચંદેલમાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર કરીને હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે.

ભારત મ્યાનમાર સરહદે મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (૧૪ મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૦ ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ યથાવત છે.

સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, ૧૪ મેના દિવસે અસમ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળ ન્યૂ સમતાલ ગામ, ખેંગજોય તહસીલમાં આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે અવાર-નવાર ઉગ્રવાદી ગતિવિધિઓનું કેન્દ્ર રહૃાું છે.

સેનાના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન દરમિયાન જ્યારે સૈનિકોએ વિસ્તારમાં નાકાબંધી કરી, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ વ્યૂનીતિ સાથે ફાયરિંગ શરૂ કર્યું. આ અથડામણમાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

ઓપરેશન દરમિયાન, જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ ઝડપથી નિયંત્રણ સંભાળ્યું અને સંયમ સાથે પરંતુ ચોકસાઈથી વળતો જવાબ આપ્યો હતો. અને આતંકીઓને ઠાર કર્યા પછી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જે જપ્ત કરાયો હતો. ઓપરેશન હજુ પણ ચાલુ છે.

નોંધનીય છે કે મે ૨૦૨૩ થી, મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસક અથડામણો ચાલી રહી છે. આ અથડામણોમાં અત્યાર સુધીમાં ૧૩૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ ૬૦,૦૦૦ લોકોને પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh