Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં અજીબ બનાવ: પતિ સાથે ધરારથી રહેવા ઈચ્છતી યુવતીએ શિક્ષિકાને આપી ધમકી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ ખંભાળિયાના ધરમપુરમાં રહેતા એક શિક્ષિકાએ અમદાવાદની યુવતી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આ યુવતી તેણીના પતિને ઓળખે છે અને તેમની સાથે રહેવા માટે ઈચ્છા વ્યક્ત કરી તેણી પોતાના ઘરમાં ઘૂસી હતી અને ગાળો ભાંડી ધમકી આપી ગઈ હતી. ભાણવડના એક આસામીના મકાનમાં મંગળવારે ઘૂસેલા પતિ, પત્ની, માતાએ લાકડીથી સીસીટીવી કેમેરો તોડી નાખી ગાળો ભાંડી હતી અને ત્રણેક વર્ષ પહેલાના ખલાસી કામના બાકી પૈસા ન આપતા મૂળ માંગરોળના એક યુવકને વરવાળામાં ઉર્ષના કાર્યક્રમમાં ઉઘરાણીવાળા જોઈ જતાં આ યુવકનું અપહરણ કરી તેને ગોંધી રખાયો હતો અને તેના બનેવી પાસે રૂ.૨ લાખની ખંડણી મંગાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં પદ્માવતી નગરમાં રહેતા ભરતભાઈ દેવાભાઈ સાદીયા મંગળવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં જ રહેતા કિશોર જેઠાભાઈ ચાવડા, સવિતાબેન કિશોર, જયાબેન જેઠાભાઈ આવ્યા હતા. આ વ્યક્તિઓએ ભરતભાઈ તથા તેમના પરિવાર જનોને ગાળો ભાંડી હતી અને સવિતાબેન તથા જયાબેને ઘર બહાર લગાવેલો સીસીટીવી કેમેરો લાકડીથી તોડી નાખ્યો હતો. ભરતભાઈએ ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં મંગળવારે યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં રૂપેણ બંદર પર રહેતા અનવર અલીભાઈ ભેંસલીયાને મૂળ જુનાગઢ જિલ્લાના માંગરોળના સુમાર જુમાભાઈ લખપતી મળ્યા હતા. અનવરે ત્રણેક વર્ષ પહેલાં કરેલા કામના પૈસા સુમાર જુમાએ આપવાના બાકી હતા. તે દરમિયાન ઉર્ષમાં જાવેદ સીદીભાઈ જોઈ જતાં અનવર તેમજ સદામ સીદી, આસીફ ગફુર, ગુલામ અલીભાઈ, અસલમ અનવર, જાવિદ સીદી દોડી આવ્યા હતા. તેઓએ પૈસા આપવા છે કે નહીં તેમ પૂછી સુમારને નજીકમાં આવેલી હોટલ પાસે લઈ ગયા હતા. જ્યાં ગાળો ભાંડી બળજબરી પૂર્વક સુમારને બાઈકમાં બેસાડી દેવાયો હતો અને હાસમના ઘેર લઈ જઈ આ શખ્સોએ માર મારી ગોંધી રાખ્યો હતો. બીજા દિવસે સુમારના ફોનમાંથી તેના બનેવી અલારખાને વોટ્સએપ કોલ કરી બે લાખની ખંડણીની માગણી કરાઈ હતી. માંડ માંડ છૂટેલા સુમારે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ખંભાળિયા તાલુકાના ધરમ પુર ગામમાં વસવાટ કરતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા જીજ્ઞાબેન મિનેશભાઈ પટેલે ખંભાળિયા પોલીસ મથકમાં અમદાવાદના સીમાબેન ગોપાલભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જીજ્ઞાબેનના પતિ મિનેશભાઈ અને સીમાબેન વર્ષ ૨૦૧૮થી એકબીજાને ઓળખે છે. તે દરમિયાન સીમાબેનને મિનેશભાઈ સાથે રહેવા આવવું હોય તેણીએ જીદ્દ પકડી હતી. હાલમાં મિનેશભાઈને તેણી સાથે કોઈ સંબંધ ન હોવા છતાં મંગળવારે સાંજે ધરમપુર સ્થિત જેકેવીનગરમાં જીજ્ઞાબેનના ઘરમાં ઘૂસી ગયેલા સીમાબેને તેણીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા અવારનવાર પોતાને તથા પતિને પજવણી કરતા સીમા બેન સામે ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh