Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાની ધ્વજવાળી વસ્તુઓનું ભારતમાં વેંચાણ બંધ
નવી દિલ્હી તા. ૧૫: ભારતમાં ઓનલાઈન પાકિસ્તાની ચીજવસ્તુઓના વેચાણ પર પણ પ્રતિબંધ મુકી દેવાતા પાકિસ્તાનને આર્થિક મોરચે તમાચો પડશે. પાકિસ્તાની ધ્વજવાળી તમામ વસ્તુનું ભારતમાં વેંચાણ બંધ કરાયુ છે. આ અંગે એમેઝોન- ફિલ્પકાર્ટને નોટીસ અપાઈ છે કે, પાક ધ્વજ અને આઈટમો હટાવી લ્યે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં, સરકારના મતે ઓપરેશન સિંદૂર ચાલુ છે, જ્યારે બીજી તરફ બહિષ્કાર પાકિસ્તાન અભિયાન પણ તીવ્ર બની રહૃાું છે. આ અંતર્ગત હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ એમેઝોન અને ફ્લ્પિકાર્ટ સહિતની ઈ-કોમર્સ કંપનીઓને નોટીસ જારી કરી છે અને તેમને પાકિસ્તાન સંબંધિત ધ્વજ અને વસ્તુઓ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતે પાકિસ્તાનને તેના સરહદી હુમલાઓનો જોરદાર ફટકો આપીને ઘૂંટણિયે પાડી દીધું હતું અને હવે તે તેના પર આર્થિક ફટકો મારીને તેની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહૃાું છે. સરકારે પાકિસ્તાનના ધ્વજ અને તેને લગતી વસ્તુઓ વેચવા બદલ કેટલીક મોટી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સને ઠપકો આપ્યો છે અને તેમને તાત્કાલિક આમ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે.
વેપારીઓના એક મોટા સંગઠને પણ આ મામલે સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કહૃાું છે કે ઈ-કોમર્સ સાઇટ્સ પર પાકિસ્તાની ધ્વજ અને અન્ય સંબંધિત વસ્તુઓનું વેચાણ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને બધી કંપનીઓએ તેને તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને આ સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી હતી અને કહૃાું હતું કે ભારત-પાકિસ્તાન તણાવ અને સંઘર્ષ છતાં, દેશમાં ઈ-કોમર્સ સાઇટ્સ પર પાકિસ્તાની ધ્વજ અને અન્ય વસ્તુઓ મુક્તપણે વેચાઈ રહી છે. આ પછી, સીસીપીએ હવે તેમનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે નોટીસ જારી કરી છે.
પાકિસ્તાની વસ્તુઓના વેચાણ સામે સીસીપીએના નિર્દેશ સંબંધિત માહિતી ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ તેમના ટ્વિટર (હવે એકસ) એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. તેમણે લખ્યું, સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ મોકલી છે. આ કંપનીઓ પર તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત વસ્તુઓ વેચવાનો આરોપ છે. તેમણે પોસ્ટમાં વધુમાં કહૃાું કે આ અસંવેદનશીલતા છે અને આવી બાબતો સહન કરવામાં આવશે નહીં. બધી ઈ-કોમર્સ કંપનીઓને આવા ઉત્પાદનો તાત્કાલિક દૂર કરવા અને દેશના કાયદાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial