Advertisement
Author: નોબત સમાચાર

ભારતે ચીનની એર ડિફેન્સ સિસ્ટમને જ ૨૩ મિનિટ સુધી જામ કરી પાક.ને કર્યું બરબાદ

ઓપરેશન સિંદૂરે તકલાદી ચીનની પોલ ખોલી નાંખી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૫: જમ્મુ કાશ્મીરમાં ૨૨ એપ્રિલના પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેના ૯ સ્થળોએ હવાઇ હુમલા કર્યા હતા. જોકે, આ હુમલા દરમિયાન મહત્ત્વની બાબત એ હતી કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરની ૨૩ મિનિટ દરમ્યાન ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. ભારતીય સેનાને ઓપરેશન સિંદૂર દરમિયાન સૌ પ્રથમ ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. અને એક પછી એક ટાર્ગેટ હિટ કરીને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેમજ પાકિસ્તાન સેના કશું સમજે એ પૂર્વે તો ભારતીય સેનાએ ઓપરેશન સમેટી લીધું હતું.

આ ઉપરાંત ઓપરેશન સિંદૂર હેઠળ નૂર ખાન અને રહીમ યાર ખાન જેવા મુખ્ય પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવ્યા અને લોઇટરિંગ મ્યુનિશન એટલે કે આત્મઘાતી ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરીને દુશ્મનના રડાર, મિસાઇલ સિસ્ટમ અને હાઇ -વેલ્યૂ ટાર્ગેટને નષ્ટ કર્યા. લોઇટરિંગ મ્યુનિશન એવા ડ્રોન છે જે નિર્ધારિત ટાર્ગેટની આસપાસ ચક્કર લગાવીને ટાર્ગેટને શોધે છે અને પછી તેને નષ્ટ કરે છે.

ભારત સરકારે કહૃાું કે ઓપરેશન સિંદૂર દુશ્મનની અદ્યતન ટેકનોલોજીને તોડી પાડવાના નક્કર પુરાવા પૂરા પાડે છે. જેમાં ચીનની પીએલ-૧૫ મિસાઇલો, તુર્કીની યુએવી વિહા અથવા 'વિહાવ', લાંબા અંતરના રોકેટ, ક્વાડકોપ્ટર અને કોમર્શિયલ ડ્રોનનો સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવા છતાં, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓએ તેને નિષ્ક્રિય કર્યા તે ભારતની તકનીકી શ્રેષ્ઠતાનો પુરાવો છે.

ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી પણ હુમલાની પણ આશંકા હતી. જેની બાદ ભારતીય સેનાએ દેશની સરહદોને પણ એર ડિફેન્સ સિસ્ટમથી સુરક્ષિત કરવાની હતી. જેના પગલે ભારતીય સેનાએ કાઉન્ટર ડ્રોન અને મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી હતી. જે સફળ રહી હતી અને દુશ્મનનો પરાજય થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh