Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજારમાં રોકાણના નામે સિનિયર સિટીઝન સાથે કરાઈ હતી છેતરપિંડીઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક સિનિયર સિટીઝનને શેરબજારમાં રોકાણ કરવા અને તેની સામે તગડો નફો અપાવવાની લાલચ આપી કેટલાક શખ્સો એ પાંચેક મહિના પહેલાં રૂ.૧ કરોડ ૮૧ લાખ પડાવી લીધા હતા. તેની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસમાં ઠગ વ્યક્તિને પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપનાર રાજકોટના એક લવરમુછીયાની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરના સિનીયર સિટીઝનને શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રેરી એક ફેક એપ્લિકેશનને સેબી માન્ય અને યુએસ એક્સચેન્જ એપ તરીકે બતાવી ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી ત્રણ સપ્તાહમાં રૂ.૧ કરોડ ૮૧ લાખનું રોકાણ કરાવી નખાયું હતું. આ વૃદ્ધને વિવિધ વોટ્સ એપ ગ્રુપ અને બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવવા સૂચના અપાઈ હતી.
ત્યારપછી આ વ્યક્તિને નફો કે તેઓની રોકેલી રકમ પરત આપવામાં આવી ન હતી તેથી છેતરપિંડીનો ભોગ બનનાર સિનિયર સિટીઝને જે તે વખતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ પીઆઈ આર.એ. ધાસુરાની સૂચનાથી પીએસઆઈ એમ.પી. ઠાકુર તથા સ્ટાફે શરૂ કર્યા પછી રાજકોટના નવા થોરાળામાં રહેતા આરીફ રહીમ રાઉમા નામના શખ્સે પોતાનું બેંક એકાઉન્ટ છેતરપિંડી કરનાર શખ્સોને વાપરવા આપ્યાનું ખૂલ્યું હતું.
તે વિગતના આધારે રાજકોટ દોડી ગયેલી સાયબર ક્રાઈમ ટીમે આરીફ રાઉમાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ અજાણી વ્યક્તિ તમને ઝડપથી ધનવાન બનાવી આપવાનું વચન આપે તો તેનાથી સાવધ રહ્યો અને કોઈપણ કંપનીમાં રોકાણ પહેલાં તેની વિશ્વસનીયતા પણ ચકાસવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial