Advertisement
Author: નોબત સમાચાર

એડવેન્ચર ટુર....

આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો છે. ઉનાળાના આ શરૂઆતના દિવસોમાં જ થર્મોમીટરનો પારો ૪૪-૪૫ ડિગ્રીએ પહોંચવા લાગ્યો છે. હવે આ ગરમી પણ આપણાથી સહન નથી થતી, ત્યાં આપણને  વધુ ડરાવવા માટે અંબાલાલ પટેલની નવી આગાહી છાપાના પ્રથમ પાને દર્શન દે છે કે, *આ વર્ષે ઉનાળામાં હજુ પણ વધારે ગરમી પડશે...*

સવારે તળાવની પાળે મોર્નિંગ કરતા કરતા આ ગરમીની વાત નીકળી તો ડોક્ટર રાજને કહ્યું, *આ  ગરમી તો આપણી પૃથ્વી પર વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે વધી છે...*

*બિલકુલ ખોટી વાત છે..* નટુ આમાં પણ આડો ફાટ્યો. નટુની ફાલતુ દલિલથી ડોકટર રાજનને ખોટું  લાગ્યું અને એ નખશિખ સજ્જન માણસ મૌન થઈ ગયા.

પછી તો લાલાએ મોરચો સાંભળ્યો અને પૂછ્યું, *તો પછી નટુ, તું જ કહેને, શાને કારણે ગરમી વધારે  પડે છે ?*

*અંબાલાલ પટેલને કારણે...!* નટુ ઉવાચ. *આ અંબાલાલ પટેલ ગરમી વધવાની આગાહી કરે છે ને  પછી જ ગરમીનો પારો ઊંચો જાય છે..!*

આ વધતી જતી ગરમીથી બચવા માટે અમે દર વર્ષે ઉનાળામાં ફોરેનની ટૂરનું પ્લાનિંગ કરીએ છીએ.  આ વર્ષે પણ પ્લાનિંગ કરેલું અમેરિકાની ટૂરનું. આ વર્ષની અમારી ટુર અમે કેન્સલ કરી ટ્રમ્પના ટેરિફ  ટેરરના કારણે -- બાકી તો અમે દર વર્ષે અમારી ટુર કેન્સલ કરીએ છીએ બજેટના પ્રોબ્લેમને કારણે.

અમેરિકાની આ ટૂર કેન્સલ તો કરી, પણ હવે ગરમીથી બચવા જવું ક્યાં ? ફરી એકવાર લાલો મદદે  આવ્યો. લાલાએ એક તોફાની સૂચન કર્યું, *ચાલો આપણે એક એડવેન્ચર ટૂર કરી આવીએ..*

*આપણે અહીં રોજ શહેરમાં ફરીએ છીએ તે પણ એક એડવેન્ચર ટુર જ છે ને ? જો ચાલીને ફરવા  જઈએ તો રખડતા ઢોરથી બચવાનું, આડેધડ અને ફૂલ સ્પીડે આવતા વાહનોથી બચવાનું...* નટુએ  શહેરના એડવેન્ચર ગણાવ્યા.

*અને વાહનમાં ફરીએ તો..?*લાલાએ પૂછ્યું.

*.....તો પછી આપણા જ તારણહાર એવા ટ્રાફિક પોલીસથી બચવાનું...!* નટુએ પોતાની વાત પૂરી  કરી.

ટૂંકી ચર્ચાને અંતે સહુએ   એક હિલ સ્ટેશન પર જવાનું નક્કી કર્યું, અને પછી માઉન્ટ આબુ જવા  નીકળ્યા. પહાડો પર ફરવાની ત્યાં સુધી જ મજા આવે છે જ્યાં સુધી આપણી ગાડીમાં પેટ્રોલ હોય...  માઉન્ટ આબુ પહોંચતા પહેલા જ અમારી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું અને અમને એડવેન્ચર  ટ્રેકિંગનો પહેલો અનુભવ થયો.

હવે પ્રશ્ન એ ઉભો થયો કે  હાલીને પેટ્રોલ લેવા કોણ જાય ? અમે ચારે મિત્રોએ એકબીજાની સામે જોયું  અને શાનમાં જ સમજી ગયા કે કોઈને આ પેટ્રોલ માટેની પદયાત્રા કરવાની ઈચ્છા નથી. પછી તો અમે  ત્યાં બાજુમાં જ ઝુંપડીમાં મળતું ડબલ ભાવનું પેટ્રોલ ગાડીમાં પુરાવ્યૂ અને માઉન્ટ આબુ પહોંચ્યા.

અમે હોટલ પહોંચ્યા અને સૌથી પ્રથમ તો ત્યાંના ટુરિસ્ટ ગાઈડને મળ્યા, અને પૂછ્યું, *અહીં પહાડો પર  ફરવા માટે સારો ટ્રેક ક્યો ?*

અહીં ફરવા માટે બે ટ્રેક ખૂબ જ સારા છે, એક છે એકદમ સરળ. જ્યારે બીજો ટ્રેક છે એડવેન્ચરસ.  જો આ બીજા ટ્રેક પર તમે ફરશો તો ત્યાંનું સૌંદર્ય જોઈને તમે પાગલ થઈ જશો...!

આ પાગલ થવાની વાત સાંભળતા જ ડોક્ટર રાજનના કાન ચમક્યા. તેણે અમને ઈકિયાટ્રીસ્ટની  ટ્રીટમેન્ટના ભાવ કહ્યા. તેણે કહેલા ટ્રીટમેન્ટના ભાવ સાંભળીને પાગલ થવાનો -- એટલે કે એડવેન્ચર  ટ્રેકિંગ કરવાનો કાર્યક્રમ આવતા વર્ષ પર મુલતવી રાખ્યો, અને સરળ ટ્રેક પર આબુ દર્શન કરીને  અમારી ટૂર પૂરી કરી.

વિદાય વેળાએ : આપણે વર્ષોથી એક વાતનો અનુભવ કર્યો છે કે જો વકતા કંટાળાજનક હોય તો  પહેલા તાળીઓ વહેલી પાડતા - એકદમ પાડતા, કે જેથી વક્તા શાનમાં સમજી જાય અને બેસી જાય.

જ્યારે હવે તો એક વધારાની સગવડ આપણને મળી છે -- મોબાઇલમાં મંડી પડવાનું...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh