Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટર અડાડી એક શખ્સે યુવકને માર માર્યાે:
જામનગર તા.૧૮ : જામનગરના પ્રદર્શન મેદાનમાં બુધવારે નિદ્રાધીન યુવાન પર એક શખ્સે ધોકાથી હુમલો કર્યાે હતો. અનુપમ ટોકિઝ પાસે બુધવારે રાત્રે સ્કૂટર અડી જવાના પ્રશ્ને યુવાન પર હુમલો થયો હતો. જ્યારે વ્યાજ બાબતે થયેલી માથાકૂટનું સમાધાન થયા પછી પણ ગાળો આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના સાતરસ્તા નજીક પ્રદર્શન મેદાન પાસે રહેતા લક્ષ્મણ દુદાભાઈ ભાટી બુધવારે રાત્રે નિદ્રાધીન હતા ત્યારે ત્યાં નજીકમાં જ રહેતો રાજીયો બાવરી ધોકા સાથે આવી ચડ્યો હતો. અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી બોલાચાલી કર્યા પછી રાજીયા બાવરીએ હુમલો કરી લક્ષ્મણ ભાટીને માર માર્યાે હતો અને ધમકી આપી હતી.
જામનગરના ભાનુશાળી વાડમાં ટીંબાફળી પાસે રહેતા મોબીન સલીમભાઈ ભાગભરા નામના યુવાન બુધવારે રાત્રે અનુપમ ટોકિઝ રોડ પરથી બાઈક પર જતા હતા ત્યારે એક્સેસ લઈને જતાં ઈદ્રીશ યુનુસ સોઢાએ બાઈક સાથે સ્કૂટર અથડાવતા મોબીને જોઈને ચલાવવાનું કહેતા ઈદ્રીશે ફડાકા તથા ઢીકાપાટુ વડે માર મારી ત્યાં પડેલી એક ઝાળી ઉપાડીને ઝીંકી દીધી હતી. લોહીલોહાણ મોબીનને સારવારમાં ખસેડાયો છે. પોલીસે તેની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના લાલવાડી આવાસમાં રહેતા શાહરૂખ જાફર છૂરીકાએ એકાદ વર્ષ પહેલાં ગરીબ નવાઝ સોસાયટીવાળા શહેઝાદ જુણેજા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તે બાબતે છ મહિના પહેલાં બંને વચ્ચે સમાધાન થયા પછી પણ તેનો ખાર રાખી પંદરેક દિવસ પહેલા શહેઝાદેે ગાળો ભાંડી હતી અને ગઈકાલે ફોન કરી ફરીથી ગાળો ભાંડતા શાહરૂખે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial