Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોગવડ પાટીયા, મોટી ખાવડી પાસે પણ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહીઃ
જામનગર તા.૧૮ : જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે બે શખ્સ ને પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડી પાડ્યા છે. તે ઉપરાંત કાલાવડના નિકાવા, લાલપુર, જોગવડ પાટીયા, મોટી ખાવડી વગેરેે સ્થળે પણ પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું. દરબારગઢ પાસે રેંકડી રાખનાર સામે ગુન્હો નોંધાયો હતો.
જામનગર શહેર તથા જિલ્લામાં ગઈકાલે પોલીસે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન નગરના ગુલાબનગર નજીકથી પસાર થતી જીજે-૧૦-બીબી ૫૭૪૬ નંબરની મોટરને પોલીસે રોકાવી તેના ચાલક મારૂતી સોસાયટીમાં રહેતા લક્ષ્મણ હરીસિંગ પરીહારની તલાશી લેતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. જ્યારે હાથી શેરીમાં રહેતો નિલય નીતિન જોષી નામનો શખ્સ ગુલાબ નગર પાસેથી જીજે-૧૦-એઈ ૩૧૫૨ નંબરનું સ્કૂટર નશાની હાલતમાં ચલાવીને જતો મળી આવ્યો હતો.
પંચવટી ગૌશાળા પાસેથી રમેશ દિપીલભાઈ પરીયાર નામનો શખ્સ અને ભરત રતનસિંગ પરીયાર નામનો શખ્સ નશાની હાલતમાં ધમાલ કરતો હતો ત્યારે પોલીસ પહોંચી ગઈ હતી. બેડી નાકા પાસેથી ઈદ્રીશ યુનુસ સોઢા નામનો શખ્સ નશાની હાલતમાં તોફાન કરતો ઝડપાયો છે. પટેલ કોલોની શેરી નં.૬ પાસેથી અતુલ પ્રતાપભાઈ ગોહિલ નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે.
તે ઉપરાંત લાલપુરમાં શાક માર્કેટ પાસે બાઈક રોડ પર રાખી દઈ અડચણ કરતા જેસાભાઈ રાજશીભાઈ ગોજીયા તથા કાલાવડના નિકાવા બસ સ્ટેન્ડ પાસે માલ વાહક વાહન રોડ પર રાખનાર સાવન ગૌતમ પરમાર સામે પણ કાર્યવાહી કરાઈ છે.
ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ પાટીયા પાસે રોંગ સાઈડમાં મોટર ચલાવતા નાગાજણ હરદાસ કારીયા, મેઘપર પાસે અન્ય વાહનને અડચણ થાય તે રીતે બોલેરો કેમ્પર રાખનાર મુંબઈના ઘાટકોપરના પોપટ બાબુરાવ પવાર સામે કાર્યવાહી કરાઈ છે. મોટી ખાવડી પાસે રોડ પર મોટર રાખી દેનાર કલ્યાણ પુરના ટંંકારીયા ગામના ગોગન જીવા ગોજીયા સામે ગુન્હો નોંધાયો છે.
જામજોધપુરના બાલવા ફાટક પાસે અડચણ થાય તે રીતે બાઈક રાખનાર હાર્દિક ગીરી ભાવેશગીરી ગોસ્વામી સામે કાર્યવાહી કરાઈ છે.
લાલપુર શહેરમાં આડેધડ રીતે ટ્રક ચલાવનાર ચંદ્રકાંત નથુરામ મેસવાણીયા તથા બાઈક ચલાવનાર ઉદય કનુભાઈ વરૂ સામે પણ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરમાં દરબારગઢ સર્કલ પાસે રોડ પર શાકભાજી ની રેંકડી રાખી અડચણ સર્જતા આમીરહુસેન રફીક કાલાવડીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મારામારીનો બનાવ બન્યા પછી પણ નોંધાયો અલગ ગુન્હોઃ
જામજોધપુરમાં કોન્ટ્રાક્ટર પુત્ર અને પિતા નશાની હાલતમાં ઝડપાતા જાગી ચકચાર
જામજોધપુરમાં આવેલા મીની બસ સ્ટેન્ડ પાસે બે શખ્સ નશાની હાલતમાં બકવાસ કરતા અને લથડીયા ખાતા હોવાની બાતમી મળતા પેટ્રોલિંગમાં રહેલી જામજોધપુર પોલીસે ત્યાં ધસી જઈ ધવલ રસીકભાઈ ડઢાણીયા નામના કોન્ટ્રાક્ટર તથા તેના પિતા રસીક નાથાભાઈ ડઢાણીયાની તલાશી લેતા બંને વ્યક્તિ નશાની હાલતમાં જણાઈ આવ્યા હતા. પોલીસે તેઓની સામે ગુન્હો નોંધ્યો છે.
ઉપરોક્ત બનાવ અંગે જામજોધપુર શહેરમાં ચર્ચાતી વિગત મુજબ એક કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગઈકાલે રાત્રે તે સ્થળે કોઈ બાબતથી બોલાચાલી થયા પછી મારામારી શરૂ થઈ હતી. જેમાં એકબીજાના કપડા ફાટી જાય ત્યાં સુધી પરિસ્થિતિ વકરી હતી. જાહેરમાં થયેલા આ ડખ્ખા અંગે ત્યાં હાજર લોકો જાણે છે તેમ છતાં દોડી આવેલી પોલીસે કોન્ટ્રાક્ટર અને તેના પિતા સામે દારૂ પીને બકવાટ કરવા અંગેનો ગુન્હો નોંધ્યો છે. ત્યારે સુલેહશાંતિના ભંગ અંગે પોલીસે બંને પક્ષ સામે કેમ ગુન્હો ન નોંધ્યો? કોઈ રાજકીય પ્રેશર નડતું હશે કે કેમ? તેવી ચર્ચા ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial