Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીમાં સ્ટીમ લીકેજ થતાં એક શ્રમિક પટકાતા જોઈ બીજા શ્રમિકને હાર્ટએટેક

બેભાન બની ગયા પછી હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: ખંભાળિયા-જામનગર રોડ પર નયારા કંપનીમાં ત્રણ સપ્તાહ પૂર્વે સ્ટીમ લીકેજ થતાં એક વ્યક્તિ પટકાયા હતા. તેને જોઈ અન્ય એક પરપ્રાંતીય શ્રમિક ચક્કર આવતા બેભાન બની ગયા હતા. આ શ્રમિકનું હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં આવેલા કર્મયોગી નિવાસમાં વસવાટ કરતા અને નયારા કંપનીમાં આરબીએમ કંપનીમાં રીંગર તરીકે નોકરી કરતા ચંદનકુમાર યોગેન્દ્ર ઠાકુર (ઉ.વ.ર૪) નામના  પરપ્રાંતીય યુવાનને ગઈ તા.૮ની બપોરે તેઓ બેભાન બન્યા પછી હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

આ અપમૃત્યુ અંગે મૂળ બિહારના રાજપુરના વતની અને હાલમાં કર્મયોગી નિવાસમાં રહેતા મુકેશકુમાર રામચંદ્ર શાહગુપ્તા નામના યુવાને પોલીસને જાણ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગઈ તા.૮ની બપોરે દેવરીયા ગામ પાસે નયારા કંપનીમાં સીડીયુ-ર વિભાગમાં સ્ટીમ લીકેજ થઈ હતી. જેમાં એક વ્યક્તિને પડી જવાથી ઈજા થઈ હતી. તે દૃશ્ય નીહાળી ચંદનકુમારને પણ ચક્કર આવતા પડી ગયા હતા અને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh