Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંત શ્રી ભોલેબાબાની ૪૦ મી પુણ્યતિથિએ
જામનગર તા. ૩૦: જોડિયા સ્થિત સુપ્રસિદ્ધ જ્યોતિ બાલા હનુમાનજીની જગ્યામાં સંત શ્રી ભોલેબાબાની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત જોડિયા ગામ હિન્દુ સમાજ દ્વારા યોજાનારા આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગુજરાતમાં આવેલ ઉદાસીન સંપ્રદાયની દરેક જગ્યાના સંતો તથા મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના જોડિયા ગામે આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિ સ્વરૂપ બાલાહનુમાનજીની જગ્યાએ સુપ્રસિદ્ધ સંત શ્રી ભોલે બાબાની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે જોડિયા ગામ હિન્દુ સમાજ તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સંત શ્રી ભોલેબાબાના ભંડારાના ધાર્મિક પ્રસંગે તા. ૧/૭ ના સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન જ્યોતિ સ્વરૂપ બાલાહનુમાનજીના સન્મુખ સંગીત સાથે સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો છે. જેમાં વાલાભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ધીરજભાઈ બારોટ, વિવેકભાઈ ભાનુશાળી સહિતના કલાકારો દુહા-છંડ અને ભજનની રમઝટ બોલાવશે.
તા. ર/૭ ના બપોરે ૧ર વાગ્યે ઢોલ-નગારા અને બેન્ડવાજા સાથે ભોલે બાબાજીની આરતી, બપોરે ૧ર-૩૦ વાગ્યે સાધુ-સંતો તથા બહારગામથી પધારેલ ભક્તો માટે મહાપ્રસાદ, સાંજે પ વાગ્યે સમસ્ત જોડિયા ગામ હિન્દુ સમાજ માટે દરેક કુટુંબને સાગમટે મહાપ્રસાદ, ઉદાસીન સંત કૂટિર, રામવાડી-જોડિયામાં રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial