Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ તાલુકાના દાણીધાર ધામમાં શ્રી હનુમંત યજ્ઞ, સમાધિ દિવસ ઉજવાશે

આગામી તા. ૪ જુલાઈના શનિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: 'તુ હી રામ પ્યારે રામ'ના નાદથી ગુંજતી તેમજ બાર જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી અતિ પ્રાચીન અને પૌરાણિક એવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંત શ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ દાણીધાર ધામને આંગણે શ્રી નાથજીદાદા તેમજ સમાધિષ્ઠ દિવ્ય જીવાત્માઓનો ૪૦૩ વર્ષના ઉપલક્ષમાં આગામી તા. ૪-૭-ર૦ર૬, શનિવારના શ્રી હનુમંત યજ્ઞ સાથે સંવત્સરી ઉત્સવ (સમાધિ દિવસ) ઉજવવાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૪-જુલાઈ, શનિવાર જેઠ વદ ચોથને દિવસે શ્રીનાથજી દાદાનો ૪૦૩ વર્ષ પૂરા થતા હોય, સંવત્સરી ઉત્સવ (સમાધિ દિવસ) ઉજવવામાં આવશે. જેમાં સવારે ૮ વાગ્યે સમાધિ પૂજન, ૯ વાગ્યે ધ્વજારોહણ, ૧૦.૩૦ વાગ્યે પ૧ થાળ તથા બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ તેમજ સવારે ૭ થી સાંજે પ દરમિયાન ભવ્ય હનુમંત યજ્ઞ અને સવારે ૧૦ થી સાંજે ૪ કલાક કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

શ્રીનાથજી દાદા ટ્રસ્ટ અને શ્રીનાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ વતી આયોજન કરેલ છે. આ દિવ્ય ઉત્સવમાં દેવદર્શન, યજ્ઞ દર્શન, સંત દર્શન વિગેર લાભ લેવા સેવકગણ, ભક્તજનોને પરિવાર સાથે પધારવા મહંતશ્રી સુખદેવદાસજી બાપુ, ગુરૂશ્રી ચત્રભુજદાસજી બાપુ (શ્રી ઉપવાસી બાપુ) તથા પ્રમુખ ભાવસિંહજી ડાભી અને ઉપપ્રમુખ હનુભા વી. ડાભીએ ભાવભર્યુ આમંત્રણ આપ્યું છે તેમ ટ્રસ્ટી શિવુભા ભટ્ટીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh