Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે આઠ સામે ગુન્હો નોંધ્યો હતો
જામનગર તા. ૩૦: જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ શાખાના કર્મચારીઓ પર ગત્ ર૩ મી તારીખે ફરજ દરમિયાન હુમલો કરાયો હતો, જેમાં ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
શહેરના અંબર ચોકડી નજીક નવા ફ્લાય ઓવર બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ મહાનગર પાલિકાના કર્મચારીઓ પર મરચા સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો હતો, જેમાં હુમલામાં એસ્ટેટ શાખાના કર્મચારીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને આઠ ટાંકા લેવા પડ્યા હતાં, જેમાં મહિપત દાઉદીયાને માથામાં ગંભીર ઈજા પહોંચતા નવ ટાંકા લેવામાં આવ્યા હતાં. ઉપરાંત ફેજલ ખફી, વિજયસિંહ ઝાલા અને વિજય રાઠોડને પણ ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સમગ્ર ઘટના અંગે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસે ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
જે પૈકી અંબર ચોકડી પાસે રહેતા કનૈયાલાલ પરમાર, તેનો પુત્ર ઉદલ કનૈયાલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો અને એક મહિલા આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial