Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ વ્યા૫ક વરસાદની આગાહીઃ
મુંબઈ તા. ૩૦: મુંબઈમાં ચોમાસુ સક્રિય થયું છે અને આજે પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક પર અસર પડી છે. વાહનો ધીમા પડી રહ્યાં છે અને લોકોના રોજિંદા જીવન ખોરવાઈ રહ્યાં છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદ ગરમીથી રાહત આપી રહ્યો છે અને લોકો ખુશ છે, પરંતુ અત્યારે પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. વાહનો ધીમા પડી રહ્યાં છે અને રોજિંદા જીવન ખોરવાઈ ગયા છે. આજે સવારે પણ મુંબઈમાં વરસાદ શરૂ થયો હતો. ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ રહ્યાં છે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. અંધેરી, મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર સુધી મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અત્યારે તાપમાન ઘટી રહ્યું છે અને હવામાન ખુશનુમા છે. આજે મુંબઈ માટે પીળા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં વાવાઝોડા અને ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોશને લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપી છે.
નોંધનીય છે કે, મુંબઈમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વાસદ પડે છે. આ વખતે પણ શહેરના રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમની નબળાઈ શરૂઆતથી જ ખૂલ્લી પડી ગઈ છે. બીએમસીએ આ વખતે વધુ સારી તૈયારીઓનો દાવો કર્યો હતો, પરંતુ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
હવામાન નિષ્ણાતો કહે છે કે, આગામી ર૪-૪૮ કલાકમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે, પરંતુ ધોધમાર વરસાદ ચાલુ રહેશે. હવામાાન આગાહી એજન્સી સ્કાયમેટ વેઘર અનુસાર પશ્ચિમી પવનો મજબૂત થવા અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ચોમાસું ફરી સક્રિય થયું છે. તેની અસરો સમગ્ર પશ્ચિમ કિનારા પર મહારાષ્ટ્રથી લઈને કર્ણાટક અને કેરળ સુધી જ્યાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે ત્યાં અનુભવાઈ રહી છે.
મુંબઈમાં ચોમાસુ ર૩-જૂને પહોંચ્યું હતું, જે તેની સામાન્ય તારીખથી ૧૩ દિવસ મોડું હતું. પરંતુ શહેરમાં આગમનની સાથે જ ભારે વરસાદ પડ્યો હતો. હાલની હવામાન પરિસ્થિતિઓના આધારે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ અને ૬ જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાદળછાયું આકાશ અને વરસાદ દિવસના તાપમાનને સામાન્ય કરતા નીચે રાખશે, જેના કારણે હવામાન સુખદ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial