Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની સહકારી મંડળીઓ માટે વિશેષ ઓડિટ કેમ્પનું આયોજન

આજે તેમજ આગામી તા. ૪ જુલાઈના દિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લાની તમામ સહકારી મંડળીઓ જોગ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ-જામનગર દ્વારા અન્ય પ્રકારની તેમજ ઔદ્યોગિક સહકારી મંડળીઓ માટે વિશેષ ઓડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જે સહકારી મંડળીઓના વર્ષ ૩૧/૦૩/૨૦૨૬ સુધીના ઓડિટ કરવાના બાકી હોય, તેવી મંડળીઓના ઓડિટની કામગીરી સુચારૂ રૂપે પૂર્ણ થાય તે હેતુથી આ કેમ્પ યોજાશે. આ ઓડિટ કેમ્પ તા. ૩૦/૦૬/૨૦૨૬ તેમજ તા. ૦૪/૦૭/૨૦૨૬ના સવારથી કચેરી સમય દરમિયાન યોજવામાં આવશે.

આ કેમ્પનું આયોજન ''જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી, સેવા સદન, ત્રીજો માળ, લાલબંગલા કમ્પાઉન્ડ, જામનગર''માં કરવામાં આવ્યું છે.

આથી સંબંધિત તમામ સહકારી મંડળીઓના પદાધિકારીઓ/પ્રતિનિધિઓએ નિયત તારીખો દરમિયાન કચેરી સમયગાળામાં પોતાના જરૂરી તમામ દફતરો અને ઓડિટ પત્રકો સાથે ફરજિયાતપણે ઉપસ્થિત રહી ઓડિટની કામગીરી પૂર્ણ કરાવી લેવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh