Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. બીજી જુલાઈએ ૬૭ દરખાસ્તોના એજન્ડા સાથે
ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા નગરપાલિકામાં ૩૬ માંથી ૩૦ બેઠકો મેળવીને ભાજપ સત્તા પર આવેલ અને નવા પ્રમુખ તરીકે વિજયભાઈ કણઝારિયા ચૂંટાયા હતાં. તેમની તથા નવી સદસ્યોની પ્રથમ સામાન્ય સભા આગામી તા. ર-૭-ર૦ર૬ ના યોજાયેલ છે.
એજન્ડાના ૬૭ ઠરાવોમાં કમિટી શાખાના ન.પા. પ્રમુખ દ્વારા કરેલા હુકમો બહાલ કરવા, કારોબારી તથા અન્ય કમિટીઓની રચના કરવા એપ્રિલ રપ થી માર્ચ ર૬ સુધી ઉપજ ખર્ચના હિસાબો બહાલ કરવા વહીવટી શાખાના નિવૃત્ત કર્મીઓના હક્ક-હિસ્સાના પ્રશ્નો ૧૧ માસના ફીક્સ પગારદારના હુકમો બહાલ કરવા, દંડક તથા શાસક નેતાની ચેમ્બરમાં એસી ફીટ કરવા, ખંભાળિયામાં દરેક જગ્યાએ જામખંભાળિયાનો શબ્દ પ્રયોગ કરવા, રોજમદાર અને ફીક્સ પગારદારોનો પગાર વધારવો, ટેક્સ શાખાના ઠરાવોના એજન્ડામાં ભાડાપટ્ટાની દુકાનો શાક મારકેટના ભાડા વસૂલવા, નામ ટ્રાન્ફસર કરવા, નવા ભળેલા વિસ્તારમાં પાણી વેરો વસૂલવા, પાલિકામાં વાહન વેરો વસૂલવા, નવા ભળેલા વિસ્તારોને ડ્રેનેજ કનેક્શનો તથા પાણીના કનેક્શનો આપવા, વેરા વસૂલાતમાં પેનલ્ટી વ્યાજ માફ કરવું, વાલ્વમેન નિવૃત્તની સેવા લેવી વગેરેનો એજન્ડામાં સમાવેશ થાય છે. ખંભાળિયા પાલિકા વિસ્તારમાં ચિલ્ડ્રન પાર્કની વ્યવસ્થા કરવા, શહેરમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા મૂકવા તથા વિજય સિનેમા પાસે તેલી નદીથી સુખનાથ નવા બનેલા રસ્તાઓને સ્વ. કાળુભાઈ ચાવડા, સ્વ. મેઘજીભાઈ કણઝારિયા, સ્વ. ખીમભાઈ જોગલનું નામ આપવા, નવા ભળેલા વિસ્તારોમાં પાલિકાની હદ બતાવતા બોર્ડ મૂકવા તથા પાલિકાના સદસ્યો દ્વારા કામ માટે આવેલ વિવિધ દરખાસ્તો અંગે નક્કી કરવા તથા પ્રમુખસ્થાનેથી જે રજૂ થાય તે મળી કુલ ૬૭ દરખાસ્તોનો જંગી એજન્ડા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial