Advertisement
Author: નોબત સમાચાર

હંજડાપર પાસે મોટર આડે ઉંટ ઉતરતા અકસ્માતમાં નગરના યુવાનનું થયું મૃત્યુ

સાથે રહેલા અન્ય પાંચ યુવાનને થઈ ઈજાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા નજીક હંજડાપર ગામના પાટીયા પાસે ગઈરાત્રે સર્જાયેલા એક અકસ્માતમાં નગરના યુવાનનું મૃત્યુ થયું છે, અન્ય પાંચને ઈજા થઈ છે. દ્વારકાથી પરત આવતા આ મિત્રોની મોટર આડે ધોરીમાર્ગ પર અંધારામાં અચાનક ઉંટ આડું ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો.

ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા હંજડાપર ગામના પાટીયા પાસે ગઈરાત્રે જામનગર તરફ દોડી જતી મારૂતી સૂઝૂકી કંપનીની મોટર આડે અચાનક જ ઉંટ આવી જતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરનો કડૂસલો નીકળી ગયો હતો.

તે મોટરમાં જઈ રહેલા જામનગરના ભાર્ગવભાઈ પીઠાભાઈ ચેતરીયા નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાર્તિક નીરજભાઈ, કૈલાસભાઈ આહિર નામના બે યુવાન સહિત પાંચને નાની મોટી ઈજા થઈ છે.

અકસ્માત અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગરના ઉપરોક્ત છ યુવાનો દ્વારકાથી ગઈરાત્રે જામનગર પરત ફરતા હતા ત્યારે હંજડાપર પાસે ઉપરોક્ત ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાં જ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. પોલીસ તથા ૧૦૮ને જાણ કરાતા બંને ટીમ દોડી આવી હતી.

કચ્ચરઘાણ નીકળી ગયેલી મોટરમાંથી ભાર્ગવભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય પાંચને ઈજા થઈ હોવાથી સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ખંભાળિયા દવાખાને આ યુવાનોના પરિવારજનો ઉમટી પડયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh