Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદ્યતન જિલ્લા ગ્રંથાલયમાં પરીક્ષાર્થીઓ સાથે સંવાદ
ખંભાળિયા તા. ૩૦: પ્રગતિ પથ યાત્રા અંતર્ગત જિલ્લા રમત સંકુલ તેમજ જિલ્લા સરકારી ગ્રંથાલયની મુલાકાત લેતા ધારાસભ્ય મુળુભાઇ બેરાએ કહ્યું હતું કે પ્રગતિ પથ યાત્રાએ જિલ્લાના વિકાસ પ્રકલ્પોથી માહિતગાર થવા માટેનો ઉમદા અવસર પૂરો પાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યમાં અનેકવિધ વિકાસ પ્રકલ્પો સાકાર થયા છે. આ વિકાસના પ્રકલ્પોથી નાગરિકોને માહિતગાર થાય તેવા ઉમદા હેતુ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'પ્રગતિ પથ યાત્રા'નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રગતિ પથ યાત્રાના ભાગરૂપે ધારાસભ્ય મૂળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નવનિર્મિત જિલ્લા રમત સંકુલની મુલાકાત લઈ રમતવીરો માટેની ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ઇન્ડોર રમતો બાસ્કેટ બોલ કોર્ટ, બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ હોલ, જીમ તેમજ આઉટડોર રમતો માટે લોન ટેનિસ કોર્ટ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ૪૦૦ મી.એથલેટિક ટ્રેકની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ ધારાસભ્ય મૂળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ જિલ્લાની અદ્યતન સરકારી જિલ્લા ગ્રંથાલયની મુલાકાત લીધી હતી. જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિધાર્થીઓ સાથે ધારાસભ્ય સંવાદ કરી જિલ્લા ગ્રંથાલય પાયાની સુવિધાઓ તેમજ વિધાર્થીઓ અનુભવો વિશે માહિતી મેળવી હતી.
આ તકે ધારાસભ્ય મૂળુભાઇ બેરા કહૃાું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એમાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત *પ્રગતિ પથ યાત્રા* જિલ્લાના વિકાસ પ્રકલ્પોથી માહિતગાર થવાનો અવસર પૂરો પાડે છે. જિલ્લા કક્ષાનું નવનિર્મિત અદ્યતન રમત સંકુલ રમતવીરો તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ ધરાવતા નવયુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉપરાંત, કોઈપણ વ્યક્તિના કારકિર્દી ઘડતર માટે શિક્ષણ ખૂબ આવશ્યક છે. ખંભાળિયામાં નવનિર્મિત સરકારી જિલ્લા ગ્રંથાલય યુવાનોના સપનાઓ પૂરા કરવા માટે પગથિયાં સમાન સાબિત થશે તેવો વિશ્વાસ મૂળુભાઈએ વ્યક્ત કર્યો હતો.
પ્રગતિ પથ યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા આયોજન અધિકારી ઝેડ.એ.બારૈયા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, અગ્રણી સર્વે શૈલેષભાઈ કણઝારીયા, કાનાભાઈ કરમૂર, ઇન્દ્રજીતસિંહ પરમાર, મિલનભાઈ, જીતેન્દ્રભાઈ કણઝારિયા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial