Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતરોમાં યોગ્ય વળતર વિના થાંભલા ઊભા કરતી વીજકંપનીઓના વિરોધમાં રેલી નીકળી... સાત રસ્તા પાસે સુઈને ચક્કાજામ...
ખેડૂતોના સમર્થનમાં આજે જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાત રસ્તાથી સેવા સદન સુધીની રેલી અને જિલ્લા કલેક્ટરને આવેદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે રેલી અટકાતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસે અમુકની અટકાયત કરી હતી. ખેડૂતોની જમીનમાં વીજકંપનીઓ વીજપોલ ઊભા કરે છે. તેની સામે યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આથી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા પ્રયત્નો થઈ રહ્યા છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયાના જણાવ્યા મુજબ ખેડૂત દુઃખી હશે તો દેશ દુઃખી થશે. માટે ખેડૂતોને યોગ્ય ભાડુ-વળતર આપવું જોઈએ. નહીં તો ખેડૂત પાયમાલ થઈ જશે. પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી નહીં શકે. જ્યારે તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈકબાલ સમુરાએ કહ્યું હતું કે વીજ કંપનીઓની તાનાશાહી, મનમાની અને જોહુકમીથી ખેડૂતો પરેશાન છે. આથી તાલુકા કોંગ્રેસ-કિસાન કોંગ્રેસ આ મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવશે. અદાણી એરપોર્ટ ઉપર એક કલાક વાહન પાર્કિંગનું ભાડું ૧રપ વસુલવામાં આવે છે, તો ખેડૂતોને મામુલી વળતર શા માટે? આજે ખેડૂતોના પ્રશ્ને જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી-આવેદન પત્રનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ સાત રસ્તા સર્કલ પાસેજ પોલીસે રેલીને અટકાવતા કોંગ્રેસ કાર્યકર્તાઓ રોડ ઉપર સુઈ ગયા હતાં અને ચક્કાજામ કરી દીધો હતો. આથી પોલીસે ૧પ જેટલા આગેવાનો, કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial