Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગાઢ ધૂમ્મસઃ ન્યુનત્તમ ૧પ.પ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકાએ પહોંચતા

જામનગર તા. ૧૧: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ર૬ ટકા વધીને ૯૮ ટકાએ પહોંચતા શહેરમાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૬ ટકા વધીને ૯૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે શહેરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધૂમ્મસના આલિંગનના પગલે નગર જાણે થોડી માટે ગાયબ થઈ ગયું હોય તેવું લાગ્યું હતું.

ધોરીમાર્ગો પર પણ ધૂમ્મસનું પ્રમાણ વધારે રહેતા વિઝિબિલિટી ઘણી જ ઘટી જવા પામી હતી. આવા સમયે અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકોએ તેમના વાહનની ગતિ ધીમી રાખવાની સાથે સાથે સવારે પણ હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

જામનગરમાં ગાઢ ધૂમ્મસ અને મિશ્ર ઋતુની અનુભૂતિ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં વધુ એક ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh