Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને યુવક પર હલ્લોઃ
જામનગર તા.૧૧: જામનગરમાં ફ્લેટ ભાડે આપનાર રાજકોટના રહેવાસીને હોટલે ધસી જઈ મોડીરાત્રે ગાળો ભાંંડી પૂર્વ ભાડૂતે ધમકી આપી હતી. જ્યારે પંચવટી પાસે હોટલ નજીક ગાળો બોલતા શખ્સના પિતાને હોટલ સંચાલક કહેવા જતા પુત્ર તથા પિતાએ તેઓને માર મારી ધમકી ઠપકારી હતી. ઉપરાંત ઘર પાસે ગાળો બોલવા ના પડાતા ઉશ્કેરાયેલા શખ્સે એક યુવાનને માર માર્યાે હતો.
જામનગરના ૫ટેલકોલોની વિસ્તારમાં આવેલા ફલેટમાં મનોજ ઈશ્વરચંદ્ર ભૂષણ નામનો શખ્સ ભાડેથી રહેતો હતો. તેનો ૩૩ મહિનાનો કરાર કરાયો હતો. તે કરાર પૂર્ણ થતાં મનોજ તે ફલેટ ખાલી કરીને બીજા ફલેટમાં રહેવા ચાલ્યો ગયો હતો. આ શખ્સ પાસેથી પોતાના ફલેટની ચાવી લેવા માટે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા કલ્પેશ નિરંજન કંટારીયા શનિવારે જામનગર આવ્યા હતા.
તેઓએ ચાવી માટે મનોજને ફોન કરતા મનોજે તમારો ભાઈ રમેશ સારી રીતે વાત નથી કરતો તેમ કહી ફોનમાં માથાકૂટ શરૂ કરી હતી. માથાકૂટ કરવા કલ્પેશભાઈએ ના પાડતા શનિવારે રાત્રે અંબર ચોકડી નજીક આવેલી સેલિબ્રેશન હોટલમાં ધસી આવેલા મનોજે ગાળો ભાંડી કલ્પેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના નવાગામ ઘેડ સ્થિત આનંદ સોસાયટીમાં રહેતા અને પંચવટી સર્કલ પાસે ખેતલા આપા નામની હોટલ ચલાવતા જાડેજા પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ રવિવારે વહેલી સવારે પોતાની હોટલે હતા ત્યારે પુનીતનગરમાં રહેતો દિવ્યરાજસિંહ રતુભા જાડેજા નામનો શખ્સ ગાળો બોલતો હતો. તેના પિતા રતુભાને ફોન કરતા ફોન લાગ્યો ન હતો તેથી તેમના ઘરે ગયેલા પ્રદ્યુમનસિંહે તેમના પુત્રને સમજાવવાનું કહેતા ત્યાં ધસી આવેલા દિવ્યરાજ તથા તેના પિતા રતુભાએ ગાળો ભાંડી હવે ફરિયાદ કરવા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જામનગરના નવાગામ ઘેડમાં રહેતા જુનેદ સલીમ સુમરા રવિવારે બપોરે પી.એન. માર્ગ પર ઝવેર ચેમ્બર પાસે હતા ત્યારે સરફરાઝ સલીમ પઠાણ મળી જતા તેણે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. થોડા દિવસ પહેલાં કાલાવડ નાકા બહાર રહેતો સરફરાઝ નવાગામ ઘેડમાં જુનેદના ઘર પાસે ગાળો બોલતો હતો ત્યારે જુનેદના પિતાએ તેને ગાળો બોલવાની ના પાડી હતી. તેથી રવિવારે મળી ગયેલા સરફરાઝે તારા પિતાએ તે દિવસે અમને ઠપકો કેમ આપ્યો તેમ કહી હુમલો કર્યાની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial