Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈરાત્રે ડાયરામાં તબિયત બગડતા
અમદાવાદ તા. ૧૧: ગઈ રાત્રે એક ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ રહેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે વીડિયો જાહેર કરીને પોતાની તબિયત સુધારા પર હોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવ્યું છે.
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (૧૦ ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહિરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, કડીના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માયાભાઈ આહિર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માયાભાઈની તબિયતમાં સુધારો થયો છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહૃાા છે. 'જય સિયારામ આપડે એકદમ રેડી છીયે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial