Advertisement
Author: નોબત સમાચાર

સોપારી કટીંગ કરતા શખ્સના મકાનમાંથી મળી દારૂની ૧૦૧ બોટલઃ આરોપી રફૂચક્કર

ધ્રોલ પાસેથી ૮૦ ચપલા સાથે એક શખ્સ પકડાયોઃ

જામનગર તા.૧૧: જામનગરના નવા કુંભારવાડામાં સોપારી કાપવાનંુ કામ કરતા એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ કબજે કરી છે. ધ્રોલ નજીક હોટલ પાસેથી નગરનો શખ્સ ૮૦ ચપલા સાથે ઝડપાયો છે. એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી એક શખ્સ ત્રણ ચપલા સાથે મળી આવ્યો છે અને ધરમપુરનો શખ્સ દારૂની એક બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવ્યો છે.

જામનગરના ભોઈવાડા પાસે નવા કુંભારવાડામાં સોપારી કાપવાનું કામ કરતા એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂ હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના વિપુલ સોનગરા, આર.ડી. ડોડીયા, યોગેન્દ્રસિંહ, હરપાલ સિંહને મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પોલીસ સ્ટાફે મયુર નરોત્તમભાઈ મંડલી ઉર્ફે લક્કી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનમાં સોપારી કટીંગ માટે રાખવામાં આવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧૦૧ બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં મયુર નાસી ગયો હતો. પોલીસે રૂ.૫૨૫૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી મયુરની શોધ હાથ ધરી છે.

જામનગરથી ધ્રોલ વચ્ચે ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક એક હોટલ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં રણજીતસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા મૂળ લાવડીયાના વતની ઉપેન્દ્ર રમેશભાઈ ચાંદ્રા નામના શખ્સને પોલીસે રોકી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ૮૦ ચપલા મળી આવ્યા હતા.

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક સામેથી ગઈકાલે બપોરે જઈ રહેલા સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરીયા નવલસિંહ જેઠવા નામના શખ્સને પોલીસે રોકી તલાશી લેતા તેની પાસેથી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા. આ શખ્સે નિલકમલ સોસાયટીમાં રહેતા શક્તિસિંહ અજીતસિંહ કંચવા ઉર્ફે જીગા પાસેથી ચપલા લીધાની કબૂલાત કરી છે.

લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે નીતિન મહેશ રાઠોડ નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh