Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા ટીપીએસના સિનિયર ક્લાર્કનો વિદાય સમારોહ

જામનગર તા. ૧૧: સિક્કા ટીપીએસમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ અંતાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

જેમાં સિક્કા ટીપીએસના મુખ્ય ઈજનેર એચ.ડી. મુંધવા, કા.વા. વિશેષ મુખ્ય ઈજનેર એન.આર. પટેલ, કન્ટ્રોલ ઓફ એકાઉન્ટ, પી.જી. બાવીશી, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પી.ઓ. પી.પી. પ્રજાપતિ, આઈ.આર.ઓ. એન.જી. પરમાર, એલ.ડબલ્યુ.ઓ. ટી.એમ. ઠાકરિયા, અન્ય ઉચ્ચ અધિકારીઓ, યુનિયનના હોદ્દેદારો, નિવૃત્ત થતા કર્મચારીના પરિવારજનો તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીગણ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. એન.ડી. ત્રિવેદી, ધીરેનભાઈ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મુખ્ય ઈજનેર એચ.ડી. મુંધવા તથા ડી.જી.એમ. રાજેશ રબારી દ્વારા મુકેશભાઈ અંતાણીની કામગીરીની ૫દ્ધતિને બિરદાવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh