Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧૧: સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ જામનગર દ્વારા આ વર્ષે પણ મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૬/ર ને રવિવારે સવારે ૯-૩૦ વાગ્યે સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડથી માધ માસના ઉપવાસીઓ અને ધર્મગુરુઓ દ્વારા શોભાયાત્રા પ્રસ્થાન થશે. એસ.ટી. રોડ, જોલી બંગલો, ખંભાળિયા નાકા, હવાઈચોક સહિતના નગરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણનગર પહોંચશે જ્યાં શોભાયાત્રાનું સમાપન થશે. ત્યારપછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.
આ શોભાયાત્રા દરમિયાન મહાવીર બેટરી, ત્રણ દરવાજા પાસે, મહેશ્વરીનગર યુવા ગ્રુપ દ્વારા નાસ્તો, નાગનાથ ગેઈટ પાસે મહેશ્વરીનગરના ધર્મપ્રેમી દ્વારા પાણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ સમાજના જુદા જુદા પંચો, સમિતિઓ દ્વારા પાણી, સરબત તેમજ નાસ્તાના કેમ્પો તેમજ સમિતિઓ દ્વારા સન્માન, સ્વાગત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના પ.પૂ. ઈષ્દેવ શ્રી ધણીમાતંગ દેવ છે. તેઓએ પાલીતાણા તાલુકામાં આવેલ કદમગીરી ગામે કારૃંભા ડુંગર પર પવિત્ર બારમતિ પંથની શરૂઆત કરી મહેશ્વરી સમાજને નીમ બોધ આપેલ. ત્યારથી મહેશ્વરી સંપ્રદાયની સ્થાપના થયેલ છે. તેઓની જન્મ જયંતી નિમિત્તે ઘણાં વર્ષોથી જામનગર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
મહેશ્વરી મેઘવાર સમાજના લોકોને આ શોભાયાત્રામાં જોડાવા કાર્યકારી પ્રમુખ વિજયભાઈ દાફડાએ અપીલ કરી હોવાનું પ્રચાર-પ્રસાર મંત્રી કિશન નંજાર તથા ભરત ધુલિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial