Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની દયારામ લાયબ્રેરીમાં નેત્ર-દંત, સર્વરોગ નિદાન સારવાર

આગામી ગુરુવારે નિઃશુલ્ક કેમ્પનું આયોજનઃ

જામનગર તા. ૧૧: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા દેવાંગી હર્ષલ મહંતના જન્મદિન નિમિત્તે તેમના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા. ૧૩ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯પર૧૦) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh