Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર પોલીસે બનાવની તપાસ આદરીઃ
જામનગર તા.૧૧ : ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના એક પ્રૌઢે ગઈકાલે પોતાના ખેતર સ્થિત ઓરડામાં જઈ ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેઓના પુત્રનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે પછી સતત ટેન્શનમાં રહેતા આ પ્રૌઢે આત્મહત્યા વ્હોરી હોવાનું તેઓના નાના ભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના પ્રૌઢે ગઈકાલે સવારે સાતેક વાગ્યા પહેલાં પોતાના ભરાણા ગામની સીમ સ્થિત ખેતરમાં જઈ ત્યાં આવેલા ઓરડામાં રહેલી આડીમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે.
આ બનાવની જાણ થતાં તેમના નાનાભાઈ પ્રભાતસિંહ જીવુભા જાડેજાએ પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલી વાડીનાર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પ્રભાતસિંહનું નિવેદન નોંધ્યું છે.
તેમાં જણાવવામાં આવ્યા મુજબ એકાદ વર્ષ પહેલાં ભગુભાનો પુત્ર અવસાન પામ્યો હતો. ત્યારપછી એકલવાયુ જીવન જીવતા ભગુભા હંમેશા તણાવ અનુભવતા રહેતા હતા. તે દરમિયાન ગઈકાલે સવારે આ પ્રૌઢે આત્મઘાતી પગલું ભરી લીધુ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial