Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધ વિરામનો ભંગ
સુદાન તા. ૬: સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેનું યુદ્ધ ૧૫ એપ્રિલ, ૨૦૨૩ના શરૂ થયું હતું. અને હજુ સુધી તે સમાપ્ત થયું નથી. જો કે, ગયા મહિને જ આરએસએફ એ સુદાનમાં એકપક્ષીય ત્રણ મહિનાના માનવતાવાદી યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેના લડવૈયાઓ આ યુદ્ધ વિરામ દરમ્યાન કોઈ હૂમલો કરશે નહીં. હવે આરએસએફએ ફરી એકવાર આ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે અને ઘાતક હૂમલો કરવામાં ભૂમિકા ભજવી છે.
સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ એ આરએસએફના સમર્થનની ગુરૂવારે દક્ષિણ કોર્ડોફાનમાં ડ્રોન હૂમલા કર્યા, શળાઓ અને હોસ્પિટલો સહિત અનેક નાગરિક વિસ્તારો પર ડ્રોનથી મિસાઈલો છોડી. આ હૂમલાઓએ વ્યાપક આક્રોશ ફેલાવ્યો છે.
એસ.પી.એલ.એમ-એન દ્વારા આરએસએફના સમર્થનથી કરવામાં આવેલા આ ડ્રોન હૂમલામાં ૭૯ લોકોના મોત થયા હતા. સ્કૂલ હૂમલામાં માર્યા ગયેલા ૪૩ બાળકોનો પણ ભોગ લેવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial