Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ીએમજેવાય યોજનામાંથી હોસ્પિટલની બાદબાકી, ડોક્ટર સસ્પેન્ડ
જામનગર તા. ૬: જામનગરની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. અગાઉ જેસીસી હાર્ટ હોસ્પિટલ અને હવે ઓશવાળ હોસ્પિટલ વિવાદમાં સપડાતા ચર્ચા જાગી છે.
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં વગર કારણે હાર્ટની સારવાર કરી નાખવામાં આવતા સરકારે આશરે સવા કરોડનો દંડ ફટકાર્યો છે, તો જવાબદાર ડોક્ટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.
જામનગરમાં થોડા દિવસ પહેલા જેસીસી હાર્ટ હોસ્પિટલનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, જેમાં બિનજરૂરી કેટલાક દર્દીની હાર્ટની સારવાર કરી નાખવામાં આવી હતી. આવુ જ વધુ એક કૌભાંડ ઓશવાળ આયુષ હોસ્પિટલ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સરકારની પીએમજેએવાય યોજના મારફત પૈસા કમાવવા માટે દર્દીઓ સાથે રમત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ૩પ દર્દીઓને બિનજરૂરી સ્ટેન્ટ બેસાડી દેવાની સારવાર કરવામાં આવી હતી, અને તે માટે સરકાર પાસેથી ૪ર લાખની બીલની રકમ વસૂલી લેવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણની આરોગ્ય વિભાગની તપાસમાં કૌભાંડ બહાર આવતા સરકારે આ હોસ્પિટલને રૂા. ૧ કરોડ ર૬ લાખ ૭૭ હજારનો દંડ ફટકાર્યો છે અને હોસ્પિટલમાં ડો. શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ હોસ્પિટલના જામનગરના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, સારવારની સમગ્ર પ્રક્રિયા નિયમોનુસાર કરવામાં આવી છે. સરકારમાં દર્દીની તપાસની સીડી મોકલવામાં આવી છે અને ત્યાં સંપૂર્ણ તપાસ કર્યા પછી મંજુરી મળે ત્યાર પછી જ વધુ સારવાર કરવામાં આવે છે.
આમ સરકારની પીએમજેએવાય યોજના દર્દીને ગંભીર બીમારીની સારવાર માટે મદદ માટે અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ અમુક હોસ્પિટલોએ આ યોજનાનો કમાવ દીકરા તરીકે ઉપયોગ કરે છે. આવા ગણ્યાગાંઠ્યા હોસ્પિટલ-ડોક્ટરના કારણે આખી તબીબી આલમ બદનામ થઈ રહ્યું છે.
સરકાર દ્વારા જ્યારે પણ હોસ્પિટલ સત્તાવાળાઓને બોલાવાશે ત્યારે અમો અમારો પક્ષ રજૂ કરશું. જરૂરી પુરાવા અને રિપોર્ટસ-રેફરન્સ અમારી પાસે ઉપલબ્ધ છે. અમારી હોસ્પિટલ તરફથી માગણી છે કે આ સસ્પેન્સન પાછું ખેંચવામાં આવે તેમ હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial