Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર સાથે મહારાષ્ટ્રમાં ફરવા ગયા હતા
જામનગર તા. ૨૦: જામનગરના એક યુવાન નાયબ મામલતદાર મહારાષ્ટ્ર રાજ્યમાં ફરવા ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવતા તે જીવલેણ સાબિત થયો હતો. આમ, વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે.
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. આ દરમ્યાન લાલપુર તાલુકાના ભણગોર ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિવ્યરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૩૩) પરિવારના સભ્યો સાથે મહાબળેશ્વર ફરવા માટે ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જે જીવલેણ સાબિત થયો હતો. અને તેમનું નિધન થયું હતું. આ સમાચાર જામનગર સુધી પહોંચતા તેમના સાથી કર્મચારીઓ, પરિવારજનો, સગા-સ્નેહીઓમાં દુઃખની લાગણી પ્રસરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial