Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ યાદીમાં નામ ન હોય તેવા મતદારો ૧૮-જાન્યુઆરી-ર૦ર૬ સુધી હક્ક-દાવા-વાંધા અરજીઓ રજૂ કરી શકશેઃ
જામનગર તા. ર૦: પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ ૧ર,૪૧,૦૯૭ મતદારો પૈકી હાલમાં પ્રસિદ્ધ થયેલ કુલ ૧૦,૬૩,૬ર૦ મતદારોનો સમાવેશ કરાયો છે, અને ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફટ યાદીમાંથી બાકાત રખાયા છે. જેમાં અવસાન પામેલા ૪૩,૧૧ર, સ્થળાંતરિત ૮૯,૦ર૯, ગેરહાજર કે મળી ન આવતા ૩પ,૪પ૦ મતદારોનો સમાવેશ થાય છે. જેઓના નામ મતદાર યાદીમાં નથી તેવા મતદારો તા. ૧૮-જાન્યુઆરી-ર૦ર૬ સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬ ની વિગતો જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આ માહિતી અપાઈ હતી.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં તા. ૧૯-૧ર-ર૦રપ ના પ્રસિદ્ધ કરવમાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા એસઆઈઆર આગામી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬' અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરી અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવી હતી.
મુસદ્દા મતદાર યાદીની આંકડાકીય સ્થિતિ જોઈએ તો કેતન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ર૭-૧૦-ર૦રપ ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧ર,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા હતાં. જે પૈકી તા. ૧૯-૧ર-ર૦રપ ના પ્રસિદ્ધ થયેલ ડ્રાફટ રોલમાં કુલ ૧૦,૬૩,૬ર૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરતા કુલ ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે અવસાન પામેલા ૪૩,૧૧ર, સ્થળાંતરિત થયેલ ૮૯,૦ર૯, ગેરહાજર/ મળી ન આવતા ૩પ,૪પ૦ ડુપ્લીકેટ નોંધણી ધરાવતા ૬૪૩૭ તથા અન્ય ૩,૪૪૯ મતદારોનો સમાવેશ થાય છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા માટે ચૂંટણીપંચ દ્વારા નિર્ધારિત કરાયેલ સમયપત્રક મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. હક્ક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાનો સમયગાળો તા. ૧૯-૧ર-ર૦રપ થી તા. ૧૮-૧-ર૦ર૬ રહેશે. તા. ૧૯-૧ર-ર૦રપ થી તા. ૧૦-ર-ર૦ર૬ દરમિયાન એફઆરઓએસ, એઈઆરઓએસ અને આસિ. એઈઆરઓએસ દ્વારા હક્ક-દાવાઓનો નિકાલ કરવામાં આવશે. તા. ૧૭-ર-ર૦ર૬ ના આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, જે યુવા મતદારોની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ હોય તેઓ ફોર્મ નં. ૦૬ ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. તેમજ નામ કે વિગતોમાં સુધારા માટે ફોર્મ નં. ૦૮ ભરી શકાશે. આ કામગીરીમાં સહકાર આપવા માટે તેમણે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને અનુરોધ કર્યો છે.
વધુમાં નો મેપીંગ થયેલા ૧,ર૯,૧ર૮ મતદારો અને લોજિકલ ડિસ્ક્રીપન્સીસ ધરાવતા મતદારોને નોટિસ પાઠવી, પુરાવાઓની ચકાસણી બાદ ઈઆરઓ અને એમઆરઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial