Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારો હકક- દાવાઓ અને વાંધાઅરજીઓ ૧૮મી જાન્યુઆરી સુધી રજૂ કરી શકશે
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા તા. ૨૦: ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૨૭/૧૦/૨૦૨૫ના મતદારયાદી ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ (એસઆઈઆર-૨૦૨૬) તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને કલેકટર કચેરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાએ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લામાં ૨,૭૯,૭૬૦ પુરુષ, ૨,૫૭,૮૭૩ સ્ત્રી અને અન્ય ૧૪ મળીને કુલ ૫,૩૭,૬૪૭ મતદારો, ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં ૧,૪૩,૭૨૩ પુરુષ, ૧,૩૩,૬૧૫ સ્ત્રી અને અન્ય ૯ મળીને કુલ ૨,૭૭,૩૪૭ મતદારો છે. જ્યારે ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં ૧,૩૬,૦૩૭ પુરુષ ૧,૨૪,૨૫૮ સ્ત્રી અને અન્ય ૫ મળીને કુલ ૨,૬૦,૩૦૦ મતદારો છે. ઉપરાંત, એસઆઈઆર-૨૦૨૬ કાર્યક્રમ અન્વયે ઈઆરઓ/એઈઆરઓ/બીએલડી જેવા અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરી તેમને તાલીમ આપવામા આવેલ છે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, એસઆઈઆર-૨૦૨૬ અંતર્ગત ગણતરી ફોર્મ વિતરણ તેમજ પરત મેળવી તેને ડિજિટાઇઝ કરવાની કામગીરી બીએલડી દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ થી ૧૪/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવેલ છે. ૬૯૫ મ્ર્ર્ંર ન્ીદૃીઙ્મ ર્ંકકૈષ્ઠીજિ (મ્ન્ર્ં), ૬૯ મ્ન્ર્ં જીેૅીદિૃૈર્જજિ દ્વારા જિલ્લામાં સેલ્ફ મેપિંગ ૧,૯૫,૭૧૪ (૩૧.૮૫%), પ્રોજેની મેપિંગ ૨,૮૯,૦૩૮(૪૭.૦૩%) અને ૫૨,૮૯૫ (૮.૬૧%) નો મેપિંગ એમ કુલ ૫,૩૭,૬૪૭ (૮૭.૪૯%) ડિજિટાઇઝેશન કરવામાં આવેલ છે. એએસડીની યાદીમા રહેલ મતદારોની કુલ સંખ્યા ૭૬,૯૦૭ (૧૨.૫૧%) જેમાં મૃત્યુ પામેલ મતદારો ૨૩,૬૭૬(૩.૮૫%), કાયમી સ્થળાંતર થયેલ મતદારો ૩૮,૫૯૬ (૬.૨૮%), ગેરહાજર (છહ્વજીહં) મતદારો ૮,૫૨૦ (૧.૩૯%), અન્ય સ્થળ પર નોંધાયેલા મતદારો ૩,૯૪૭ (૦.૬૪%), અન્ય મતદારો ૨,૧૬૮ (૦.૩૫%) છે. આ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવા ઇચ્છે તો તે ફોર્મ-૬ ભરી નોંધાવી શકે છે. ફોર્મની પૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યાદી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
એસઆઈઆર-૨૦૨૬ કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્તરે સમયાંતરે માન્ય રાજકીય પક્ષો સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ તેમજ તેમના દ્વારા નિયુક્ત બીએલએને સમયાંતરે કાર્યક્રમની માહિતીથી અવગત કરવામા આવ્યા હતા. તેમજ જિલ્લામાં મતદારોને મદદરૂપ થવા માટે મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કક્ષાએ કુલ ૧૭ જેટલા હેલ્પ ડેસ્કની સુવિધા શરુ કરવામાં આવેલ છે.
ઈસીઆઈ દ્વારા મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સાથે સરળતા ઉમેરતી પહેલ બુક એ કોલ વીથ બીએલઓ દ્વારા મતદારો બીએલઓનો સીધો સંપર્ક કરી શકે છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪૧૨ મતદારોએ આ સુવિધાનો ઉપયોગ કરી સીધો બીએલઓનો સંપર્ક કરેલ છે. જિલ્લામાં મતદાર રજિસ્ટ્રેશનના માર્ગદર્શન માટે હેલ્પલાઇન સેન્ટર-૧૯૫૦ કાર્યરત છે. આ કોન્ટેક્ટ સેન્ટર પર આવેલ ૧૫૭ કોલમાં આવેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. ઉપરાંત, એસઆઈઆર-૨૦૨૬ અંતર્ગત મતદારો એન્યુમરેશન ફોર્મ વિશે માહિતી મેળવી શકે તથા ૨૦૦૨ની મતદાર યાદીમા પોતાનું નામ મેપિંગ કરી શકે તે માટે તા.૧૫, ૧૬, ૨૨, અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓની હાજરીમાં મતદાન મથકોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એન્યુમરેશન ફોર્મ પરત મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું કે, મતદાન મથકોનું રેશનલાઇઝેશન/રી-એરેન્જમેન્ટ તબક્કામાં એક બુથ પર ૧૨૦૦થી વધારે મતદારો ન રહે તે રીતે મતદારોની વહેંચણી કરી જિલ્લામા નવા મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
૮૧-ખંભાળિયા મતવિસ્તારમાં ૩૨૭ અને નવા ૩૦ મળીને કુલ ૩૫૭ મતદાન મથકો તથા ૮૨-દ્વારકા મતવિસ્તારમાં, ૩૦૭ અને નવા ૩૧ મળીને કુલ ૩૩૮ મતદાન મથકો એમ ૬૩૪ મતદાન મથકો ઉપરાંત ૬૧ નવા બનેલ મતદાન મથકો મળીને જિલ્લામાં ૬૯૫ કુલ મતદાન મથકો છે.
એસઆઈઆર-૨૦૨૬ કાર્યક્રમની સુચના મુજબ (તા.૧૯/૧૨/૨૦૨૫) મુસદ્દા મતદારયાદી (ડ્રાફ્ટ રોલ)ની પ્રસિદ્ધિ કરવામા આવેલ છે. આ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોરલ રોલમા સમાવેશ ન થયેલ મતદારો તેમના હક્ક-દાવા અને વાંધા અરજીઓ ડ્રાફ્ટ રોલની પ્રસિધ્ધિ બાદ તા.૧૯/૧૨/૨૦૨૫ (શુક્રવાર) થી તા.૧૮/૦૧/ ૨૦૨૬ (રવિવાર) સુધી રજૂ કરી શકશે. ત્યાબાદ નોટિસ તબક્કાનો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી)સમય તા.૧૯/૧૨/૨૦૨૫(શુક્રવાર)થી તા.૧૦/૦૨/૨૦૨૬ (મંગળવાર) સુધી રહેશે. આ તબક્કામાં જે મતદારોનું ૨૦૦૨ની મતદારયાદીમાં મેપિંગ થયેલ નથી તેવા મતદારોને ઈઆરઓ/ એઈઆરઓની કક્ષાએથી નોટિસ ઇશ્યુ કરવી, આ નોટીસની સુનાવણી કરવી તથા અન્ય હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામા આવશે. ઉપરાંત, ઈઆરઓ/એઈઆરઓ દ્વારા તમામ સુનાવણીની નોંધ રાખી સમયાંતરે રાજકીય પક્ષોને તેનાથી અવગત કરાવવામાં આવશે. મતદારો દ્વારા ઈઇર્ંજશ્રીના નિર્ણય સામે પ્રથમ અપીલ ૧૫ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસે કરી શકાશે તથા જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્ણય સામે દ્વિતિય અપીલ ૩૦ દિવસમા મુખ્ય ચૂંટણી અધિકારી પાસે કરી શકાશે.
સમગ્ર કામગીરીના અંતે મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તા.૧૭/૦૨/૨૦૨૬ના આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામા આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા ચોક્કસ, સમાવેશી અને ભૂલરહિત મતદાર યાદી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને મતદાર નોંધણી અધિકારીઓને સહયોગ આપવા અને લોકશાહીની આ પ્રક્રિયામાં સક્રિય સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્ના દ્વારા અપીલ કરાઈ છે. પાત્રતા ધરાવતા મતદારો રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદારો સામેલ ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial