Advertisement
Author: નોબત સમાચાર

દસ વર્ષથી જામ્યુકોમાં સમાવાયેલા હાથણી ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવઃ નગરજનો હેરાન-પરેશાન

કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ અધિકારીઓના પગમાં ફૂલ પધરાવ્યા..!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ નગર સિમ વિસ્તારમાં આવેલ હાથણી ગામને મહાનગરપાલિકામાં સમાવેશ થયાને દસ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી નથી. રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે રોષ વ્યક્ત કરતા દસ વર્ષથી 'નગર'જનો બનેલા આ ગ્રામજનો તેમજ સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા મહા નગરપાલિકાના અધિકારીઓ સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ દરમિયાન અધિકારીઓના પગમાં ભગવાનને જેમ ફૂલ ચડાવવામાં આવે તેમ ફૂલ ચડાવી તેમને હાર પહેરાવવામાં આવ્યા હતાં. ગ્રામજનોએ પ્રતિકાત્મક રીતે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો ગામને મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવ્યું છે તો શહેર જેવી તમામ મૂળભૂત સુવિધાઓ તાત્કાલીક પૂરી પાડવામાં આવે. આ સાથે મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી કરવામાં આવતી અવગણનાનો અંત લાવવા ગ્રામજનોએ સ્પષ્ટ માગણી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh